SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તારાદિત્રયાત્રિશિકા/શ્લોક-૧૦-૧૧ હોય તોપણ તે ઉગદોષથી આક્રાંત હોય છે. આથી પહેલી દૃષ્ટિમાં રહેલ યોગીને કોઈ અનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાય તો ઉદ્ધગદોષથી યુક્ત અનુષ્ઠાન થાય છે; અને જે સાધકને યોગમાર્ગની કોઈક પ્રવૃત્તિ કષ્ટસાધ્ય છે પરંતુ અસાધ્ય નથી તેવું જ્ઞાન હોય, અને તે અનુષ્ઠાન સમ્યગૂ કરવાની બલવાન ઇચ્છા હોય, તો સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી અવશ્ય યત્ન કરે, પણ ઉદ્વેગથી કરે નહીં. આથી બીજી દૃષ્ટિવાળા જીવો ઉદ્વેગ વગર ધર્મઅનુષ્ઠાન કરે છે. બીજી દૃષ્ટિવાળા જીવો ઉદ્વેગ વગર તે પ્રવૃત્તિમાં સુદઢ યત્ન કર્યા કરે તો તે પ્રવૃત્તિકાળમાં બીજી દૃષ્ટિમાં હોવા છતાં પણ ક્ષેપદોષ ન હોય અને નિમિત્ત મળે તો ક્ષેપદોષ આવી શકે છે, અને ત્રીજી દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ક્ષેપદોષ જાય છે; કેમ કે ક્ષેપને ઉત્પન્ન કરવામાં ઉગ પ્રબળ કારણ છે અર્થાત્ ઉદ્વેગ ક્ષેપનો જિવાતુ=જિવાડનાર છે, અને ઉદ્વેગ ગયા પછી પ્રવૃત્તિમાં દઢતા ન હોય તો બીજી દૃષ્ટિમાં ક્યારેક ક્ષેપદોષ આવી શકે, પરંતુ બીજી દૃષ્ટિમાં પણ અપ્રમાદભાવથી યત્ન હોય તો #પદોષ કોઈક અનુષ્ઠાનમાં ન પણ હોય. વળી, ત્રીજી દૃષ્ટિમાં બોધ અધિક હોવાથી પ્રયત્નમાં દૃઢતા અતિશય થાય છે, તેથી ઉદ્વેગને કારણે ઉત્પન્ન થનાર ક્ષેપદોષ ક્યારેય આવતો નથી. I૧ના અવતરણિકા : પૂર્વશ્લોકમાં સુખકારક અને સ્થિરઆસનયુક્ત બલાદષ્ટિનું દઢ દર્શન હોય છે, તેમ બતાવ્યું. તેથી સુખકારક અને સ્થિરઆસન શેનાથી પ્રગટે છે? તે બતાવે છે – શ્લોક : असत्तृष्णात्वराभावात् स्थिरं च सुखमासनम् । प्रयत्नश्लथतानन्त्यसमापत्तिबलादिह ।।११।। અન્વયાર્થ : અસવૃત્વિરમાવા—અસત્તૃષ્ણા અને ત્વરાના અભાવથી પ્રયત્નન્નથતીનાપત્તિત્રતા=પ્રયત્નની શ્લથતા=શિથિલપણું અને આતંત્યમાં સમાપત્તિના બળથી રૂદ અહીં બલાદષ્ટિમાં સ્થિર ર સુમારન—સ્થિર અને સુખકારક આસન છે. ll૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy