________________
૨૫
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ કરવામાં આવે તો ક્ષમાદિગુણો પ્રગટે, તો ભવનો ઉચ્છેદ થાય. માટે ક્ષમાદિગુણોની પ્રાપ્તિના ઉપાયને જાણવા માટે શાસ્ત્રમાં યત્ન કરવો જોઈએ.
વળી તે વિચારે છે કે શાસ્ત્રનો વિસ્તાર સુમહાન છે અર્થાત્ યોગમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિને કહેનારાં શાસ્ત્રોનો વિસ્તાર ઘણો છે, અને તે શાસ્ત્ર દ્વારા પોતે મુમુક્ષુઓની અશેષ પ્રવૃત્તિ જાણી શકે તેમ નથી.
તો હવે શું કરવું કે જેથી ભવનો ઉચ્છેદ થાય ? તેથી વિચારે છે કે સંસારનો ઉચ્છેદ કરવા અર્થે જે ક્ષમાદિગુણો પ્રગટ કરવા છે, તેના વિષયમાં કઈ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, તે વ્યતિકરમાં “શિષ્ટ પુરુષો પ્રમાણ છે,’ એ પ્રમાણે બીજી દૃષ્ટિમાં સદા વિચારે છે. તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરતાં કહે છે –
શિષ્ટો પ્રમાણ છે” એટલે તેઓએ આચર્યું છે, તે જ પોતાની શક્તિ પ્રમાણે સામાન્યથી કરવું યોગ્ય છે. આશય એ છે કે શિષ્ટ પુરુષોની આચરણાને અનુરૂપ પોતે શક્તિ પ્રમાણે યત્ન કરતો હોય, તોપણ તેમની પ્રવૃત્તિને અનુરૂપ તેમના જેવી જ પ્રવૃત્તિ પોતે કરી શકે, તેવો પોતાનો ક્ષયોપશમ નથી; તેથી સામાન્યથી તેઓની આચરણાને અનુસરતો હોય, તો તે આચરણાના બળથી ક્રમે કરીને વિશેષ ક્ષયોપશમ થાય; જેથી જેમ શિષ્ટ પુરુષો તે આચરણા કરીને ક્ષમાદિગુણોને મેળવી શક્યા, તેમ પોતે પણ સામાન્યથી તેમનું અનુસરણ કરે તો ક્રમે કરીને તેમની જેમ જ ક્ષમાદિગુણોને પ્રાપ્ત કરશે અને તો જ ભવનો ઉચ્છેદ થશે. તેથી શિષ્ટ પુરુષોની પાછળ ચાલવાને અનુકૂળ નિર્મળ પ્રજ્ઞારૂપ નિર્મળ અંતરચ આ બીજી દૃષ્ટિમાં પ્રગટ થયેલ છે. IIભા
-: બલાદષ્ટિ :અવતરણિકા -
શ્લોક-૧ થી ૯ પર્વત તારાદષ્ટિનું વર્ણન કર્યું. હવે બલાદષ્ટિને કહે છે - શ્લોક -
सुखस्थिरासनोपेतं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ।।१०।।
1
•
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org