SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૩ વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનમાં સમર્થપણું : આટલાં ફ્ળો શૌચભાવનાથી જ થાય છે. તે કહેવાયું છે=શૌચભાવનાથી આટલાં ફ્ળો થાય છે, તે પાતંજલયોગસૂત્ર-૨-૪૦માં કહેવાયું છે – . “સત્ત્વની શુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનયોગ્યતા થાય છે.” ‘તિ' શબ્દ પાતંજલયોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. (પા.યો.સ. 2-80) 11311 નોંધ :- ટીકામાં ‘સુસત્ત્વસ્ય’ના સ્થાને ‘સત્ત્વક્ષ્ય' એ શ્લોક પ્રમાણે પાઠ જોઈએ અને પાતંજલયોગસૂત્રના ઉદ્ધરણમાં પણ ‘સુસત્ત્વશુદ્ધિ’ ના સ્થાને ‘સત્ત્વશુદ્ધિ' શબ્દ છે. ભાવાર્થ: શૌચભાવનાનાં ફળ ઃ બીજી દૃષ્ટિવાળા યોગીને શૌચાદિ પાંચ નિયમો પ્રગટે છે. તેમાં આત્માને પવિત્ર ક૨વા માટે શૌચભાવના કરવામાં આવે તો નીચેનાં સાત ફળો પ્રાપ્ત થાય છે. 4 (૧) સ્વાંગે જુગુપ્સા ઃ- બીજી દષ્ટિવાળા યોગીને શૌચભાવથી પોતાની કાયામાં જુગુપ્સા=ઘૃણા, થાય છે. તે વિચારે છે કે ‘આ કાયા અશુચિમય છે, લોહી, માંસ, હાડકાંનો ઢગલો છે, સતત અશુચિ તેમાંથી વહ્યા કરે છે. માટે આવી આ કાયામાં મારે મમત્વ ન કરવું જોઈએ.’ (૨) બીજાની કાયા સાથે અસંગ ઃ- આ યોગીને પોતાની કાયાનું આવું જુગુપ્સનીય સ્વરૂપ લાગે છે, તેથી તેને બીજાની કાયા સાથે સંગ ક૨વાની વૃત્તિ થતી નથી. (૩) સત્ત્વશુદ્ધિ :- શૌચભાવનાને કારણે આ યોગીને કાયા પ્રત્યેનો રાગદ્વેષનો ભાવ ઘટવાથી પ્રકાશ અને સુખાત્મક સત્ત્વની શુદ્ધિ થાય છે. આશય એ છે કે શરીર પ્રત્યે જુગુપ્સા થવાથી શરીરનો રાગ ઘટતો જાય છે, ભોગાદિની લાલસા ઘટતી જાય છે અને ભોગક્લેશરહિત એવા આત્માના સ્વરૂપનો બોધ થતો જાય છે, જે પ્રકાશાત્મક આત્માનો પરિણામ છે; અને ભોગથી વિમુખભાવમાં જ સ્વસ્થતાના સુખનો તેને અનુભવ થાય છે, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy