SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ - શીવ ... ત્તિ શોચની ભાવના વડે=આત્માને પવિત્ર કરવા માટે કરવામાં આવતી શોચભાવના વડે, સ્વાંગની જુગુપ્સા-કારણના સ્વરૂપના પર્યાલોચન દ્વારા અર્થાત્ શરીરની નિષ્પત્તિનું જે કારણ અશુચિમય પદાર્થો છે, તેના પર્યાલોચન દ્વારા સ્વીકાયાની ધૃણા થાય છે. તે જુગુપ્સાનું સ્વરૂપ બતાવે છે – આ કાયા અશુચિવાળી છે. અહીં અશુચિવાળી આ કાયામાં, આગ્રહ= મમત્વ, કરવું જોઈએ નહીં.” રૂતિ’ શબ્દ કાયાની જુગુપ્સાના સ્વરૂપકથનની સમાપ્તિ માટે છે. વળી શૌચભાવનાથી અન્ય કયું ફળ થાય છે ? તે બતાવે છે – અને તે રીતે કારણના સ્વરૂપના પર્યાલોચનને કારણે કાયા પ્રત્યે જુગુપ્સા કરી તે રીતે, અવ્ય કાયાવાળા સાથે અસંગમ તેના સંપર્કનું પરિવર્જન, થાય છે. તેમાં યુક્તિ બતાવે છે – તે તે અવધના દર્શનથી કાયાના તે તે દોષોના દર્શનથી, ખરેખર ! પોતાની જ કાયાની જે જુગુપ્સા કરે છે, તે તેવા પ્રકારની પરકીય કાયા સાથે કેવી રીતે સંસર્ગને અનુભવે ? તે કહેવાયું છે=શૌચભાવનાથી શું થાય છે ? તે પાતંજલ યોગસૂત્ર ૨-૪૦માં કહેવાયું છે – શૌચથી સ્વઅંગમાં=પોતાની કાયામાં, જુગુપ્સા અને પરકાયા સાથે અસંસર્ગ થાય છે.” શૌચભાવનાથી અન્ય શું પ્રગટ થાય છે ? તે બતાવે છે – અને પ્રકાશસુખાત્મક સુસત્ત્વની શુદ્ધિ થાય છે=રજસ્ અને તમસ દ્વારા અર્થાત્ રાગદ્વેષ દ્વારા અભિભવ થાય છે. સૌમનસ્યઃખેદના અનુભવને કારણે અર્થાત્ શરીરની આળપંપાળકૃત શ્રમના અનુભવના કારણે માનસિક પ્રીતિ, એકાગ્ય=લિયત વિષયમાં ચિત્તનું સ્વૈર્ય, અક્ષોનો=ઈન્દ્રિયોનો, જય= વિષયોથી પરાક્ષુખ એવી ઇન્દ્રિયોનું સ્વઆત્મામાં અવસ્થાન અર્થાત્ ઇન્દ્રિયોનું પદાર્થના પરિચ્છેદનરૂપ પોતાના સ્વરૂપમાં અવસ્થાન, અને યોગ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy