________________
૧૦
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૪ તેમનો આત્મા ભાવિત થાય છે, અને તેના કારણે તેમના આત્મામાં હિંસાદિના વિતર્કોનો બાધ થાય છે=હિંસાદિના વિકલ્પોની અટકાયત થાય છે, અને હિંસાદિ વિતર્કોનો બાધ થવાના કારણે યોગની પ્રવૃત્તિ સુકર બને છે, તેને સામે રાખીને યમને યોગાંગ કહેલ છે; પરંતુ જેમ ધારણા અને ધ્યાન સાક્ષાત્ સમાધિમાં ઉપકારક છે તેમ યમ સાક્ષાત્ સમાધિમાં ઉપકારક નથી. તેથી ધારણા અને ધ્યાનની જેમ યમ યોગાંગ નથી, પરંતુ બાધકનું વિઘટન કરીને યોગની પ્રવૃત્તિ સુકર બનાવે છે, તે અપેક્ષાએ યમને યોગનું અંગ કહેલ છે. વળી જેમ આસન પોતાના ઉત્તરભાવી પ્રાણાયામને ઉપકારક છે અને પ્રાણાયામ પોતાના ઉત્તરભાવી પ્રત્યાહારને ઉપકારક છે અને પ્રત્યાહાર પોતાના ઉત્તરભાવી ધારણામાં ઉપકારક છે, તે રીતે યમ પોતાના ઉત્તરભાવી યોગાંગમાં ઉપકારક નથી; તોપણ યોગમાં બાધક એવા હિંસાદિ વિતર્કોના વિઘટન દ્વારા યોગમાર્ગની પ્રવૃત્તિ સુકર કરે છે, તે અપેક્ષાએ યમ યોગાંગે છે. તેવા અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું છે કે પ્રતિપક્ષના ભાવનથી વિતર્કોનો બાધ થાય છે. તેથી વિતર્કો કેટલા ભેદવાળા છે તેનું જ્ઞાન આવશ્યક છે, જેથી તે રીતે વિતર્કોના પ્રતિપક્ષનું ભાવન થઈ શકે. માટે વિતર્કોના ભેદો બતાવે છે – શ્લોક :
क्रोधाल्लोभाच्च मोहाच्च कृतानुमितकारिताः।
मृदुमध्याधिमात्राश्च वितर्काः सप्तविंशतिः ॥४॥ અન્વયાર્થ -
ત્રથામાન્ચ મોહાä =ક્રોધથી, લોભથી અને મોહથી #તાનુતિશરિતા = કૃત, અનુમિત અને કારિત, મૃદુમથ્યાધિમાત્રાશકમંદ, મધ્યમ અને તીવ્ર ર૭ વિતક છેઃહિંસાદિવિષયક ૨૭ વિકલ્પો છે. ૪. શ્લોકાર્ચ -
ક્રોધથી, લોભથી અને મોહથી; કૃત, અનુમિત અને કારિત; મંડ, મધ્યમ અને તીવ્ર હિંસાદિવિષયક ર૭ વિકલ્પો છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org