SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/બ્લોક-૧૬ પ૭ છે અર્થાત્ અયુક્ત છે; કેમ કે ભાષાનો અન્ય ભાષારૂપે પરિણામ નજીકનો પરિણામ છે અને ધ્વનિનો ભાષારૂપે પરિણામ દૂરવર્તી છે, તેથી ગૌરવદોષ છે. અહીં દિગંબર કહે કે શ્વેતાંબરો જેમ ભગવાનનાં વચનો ભગવાનના અતિશયને કારણે સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે, તેમ સ્વીકારે છે; તે રીતે ભગવાનના મસ્તકમાંથી નીકળતો ધ્વનિ ભગવાનના તેવા પ્રકારના અતિશયને કારણે સ્વસ્વભાષામાં પરિણમન પામે છે, તેમ સ્વીકારવામાં ગૌરવ હોવા છતાં તેમ સ્વીકારવું ઉચિત છે; કેમ કે જો ભગવાનની દેશનાને ધ્વનિરૂપ ન સ્વીકારવામાં આવે તો વચન બોલવાના પ્રયત્ન માટે ભગવાનને ઇચ્છા છે તેમ માનવું પડે, તેથી ભગવાન મોહવાળા છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – જો ભગવાનની દેશનાને ધ્વનિરૂપ સ્વીકારીએ, તોપણ ધ્વનિ વચનયોગથી ઉત્પન્ન થાય છે, તેમ માનવું પડે. તેથી ધ્વનિરૂપ કે શબ્દરૂપ એવા વચનપ્રયોગોમાં પુરુષના પ્રયત્નનું આવશ્યકપણું છે. માટે ભગવાનની દેશના ધ્વનિરૂપ સ્વીકારવામાં આવે તોપણ પ્રયત્નથી થાય છે તેમ સ્વીકારવું પડે, તેથી દેશનામાં કે ભક્તિમાં પ્રયત્નનો સ્વીકાર શ્વેતાંબરને અને દિગંબરને સમાન છે, માટે જો પ્રયત્ન વગર દેશના છે, તેમ સ્વીકારવામાં આવે તો પ્રયત્ન વગર ભક્તિ છે, તેમ પણ સ્વીકારવું પડે. વળી પુરુષના પ્રયત્ન વગર તીર્થકરોની દેશના થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો અપૌરુષેય આગમને સ્વીકારનાર મીમાંસક મતને સ્વીકારવાની આપત્તિ આવે અર્થાત્ દિગંબરો અપૌરુષેય આગમને સ્વીકારનાર મીમાંસકના મતનું નિરાકરણ કરી શકે નહિ; કેમ કે જેમ મીમાંસકના મતે પુરુષના પ્રયત્ન વગર આગમોનો સ્વીકાર છે, તેમ દિગંબરોના મતે પણ પુરુષના પ્રયત્ન વગર ધ્વનિથી ઉત્પન્ન થયેલી દેશનાથી આગમની ઉપપત્તિ છે, માટે અપૌરુષેય આગમ છે, તેમ જે રીતે મીમાંસક સ્વીકારે છે, તેમ દિગંબરના મતે પણ સ્વીકાર થાય છે, માટે પ્રયત્ન વગર દેશના નથી એમ માનવું ઉચિત છે, તેથી દેશનામાં અને ભક્તિમાં સામ્ય નથી, એમ જે દિગંબરો કહે છે, તે યત્કિંચિત્ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy