SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ ભાવાર્થ :(૭) મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યની પ્રવૃત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - દિગંબરો કહે છે કે બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહથી જન્ય છે અર્થાત્ શ્વાસોશ્વાસની ક્રિયા કે દેહના અંતરંગ લોહીપરિભ્રમણની ક્રિયા કે લોમથી ગ્રહણ થતી પગલગ્રહણની ક્રિયા, જે અનાભોગથી થાય છે, તે મોહજન્ય નથી, પરંતુ “આહાર મારે ગ્રહણ કરવો છે એ પ્રકારની બુદ્ધિપૂર્વકની કે “વસ્ત્ર મારે ગ્રહણ કરવાં છે એ પ્રકારની બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યના ગ્રહણની પ્રવૃત્તિ મોહથી થાય છે, તેથી જો કેવલીને આહારગ્રહણ સ્વીકારવામાં આવે તો કેવલી મોવાળા છે, તેમ માનવું પડે; અને કેવલીને મોહ નથી, માટે કેવલી આહાર, ગ્રહણ કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો કવલાહાર બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યના ગ્રહણની પ્રવૃત્તિરૂપ હોવાથી મોહજન્ય છે, તેમ દિગંબરો કહે, તો કેવલી થયા પછી ભગવાન દેશના આપે છે કે વિહાર કરે છે તે દેશનાની ક્રિયા કે વિહારની ક્રિયા પણ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યની પ્રવૃત્તિ છે, તેથી મોહજન્ય સ્વીકારવાની આપત્તિ આવે; અને ભગવાન દેશના આપે છે કે વિહાર કરે છે, તે પ્રવૃત્તિ મોહજન્ય નથી, તેમ દિગંબરને પણ સ્વીકારવું પડે તેમ છે, તેથી જેમ દેશનાદિ પ્રવૃત્તિ મોહજન્ય નથી, તેમ આહારાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી. માટે કેવલીને કવલભોજન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે દેશનાની ક્રિયા ચોક્કસ પ્રકારના ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણામ પમાડવાની ક્રિયારૂપ છે. તેથી તે બુદ્ધિપૂર્વક છે અને સ્થાનાંતરગમન અનાભોગથી થતા દેહના કંપન જેવી ક્રિયા નથી, પરંતુ નિયત દેશમાં જવાના દેહના વ્યાપારસ્વરૂપ છે, તેથી દેશનાની પ્રવૃત્તિ અને વિહારની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યની પ્રવૃત્તિ છે. II૧પવા અવતરણિકા : इच्छाभावाद् भगवतो नास्त्येव देशनाप्रवृत्तिः, स्वभावत एव च तेषां नियतदेशकाला देशना इतीष्टापत्तावाह - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy