SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ આ કથનથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ ક૨વા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - શાસ્ત્રમાં ત્રણ પ્રકારના આહાર કહેલ છે (૧) ઓજાહાર, (૨) લોમાહાર અને (૩) કવલાહાર. આ ત્રણે આહારસામાન્ય પ્રત્યે આહારસંશા હેતુ નથી. વળી કવલાહારરૂપ આહારવિશેષમાં પણ આહા૨સંજ્ઞાનું હેતુપણું નથી જ; કેમ કે જો કવલાહારમાં આહારસંશા હેતુ હોય તો જ્યાં જ્યાં કવલાહાર છે, ત્યાં ત્યાં અવશ્ય કવલાહારની હેતુ એવી આહા૨સંજ્ઞા છે, તેમ માનવું પડે, અને મુનિમાં આહારસંજ્ઞા નથી, તેમ પૂર્વમાં સિદ્ધ કર્યું. તેથી સિદ્ધ થયું કે કવલાહારમાં આહારસંશા હેતુ નથી. અહીં દિગંબર કહે કે કવલાહારરૂપ આહા૨વિશેષમાં આહા૨સંજ્ઞાનું હેતુપણું જ છે; કેમ કે અપ્રમત્તાદિ મુનિઓ આહાર ગ્રહણ કરતા નથી, અને પ્રમત્ત ગુણસ્થાનક સુધી આહારની પ્રવૃત્તિ છે, અને મુનિઓને પ્રમત્ત ગુણસ્થાનક સુધી આહા૨સંજ્ઞાનો સંભવ છે, તેથી જે મુનિઓ આહાર ગ્રહણ કરે છે, તેઓને આહા૨સંજ્ઞા છે, અને જે મુનિઓને આહારસંજ્ઞા નથી, તેવા અપ્રમત્ત મુનિઓ આહાર ગ્રહણ કરતા નથી, તેમ જે કેવલીભગવંતો છે, તેઓ પણ આહાર ગ્રહણ કરતા નથી, આમ સ્વીકારવાથી આહા૨સંજ્ઞા અને કવલાહાર વચ્ચે નિયત વ્યાપ્તિ છે, તેમ સ્વીકારી શકાશે. માટે કવલાહાર પ્રત્યે આહારસંજ્ઞા હેતુ છે, તેમ સ્વીકારવામાં વ્યભિચાર નથી. આ પ્રકારની દિગંબરની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે —— કોઈ સાધુ આહા૨સંજ્ઞાથી આહાર ગ્રહણ કરે તો તે આહારસંશા મોહથી અભિવ્યક્ત ચૈતન્યરૂપ હોવાથી અતિચારનું કારણ છે; અને તેમ સ્વીકારીએ તો જે કોઈ સાધુ આહાર ગ્રહણ કરે છે, તે સર્વ સાધુઓને અતિચારથી આહારની પ્રાપ્તિ છે, તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો સાધુને નિરતિચાર આહાર વાપરવાની ક્રિયાની અપ્રાપ્તિ છે, તેમ સ્વીકારવું પડે, અને દિગંબરો પણ તેમ સ્વીકારી શકે તેમ નથી; કેમ કે નિરતિચાર ચારિત્રવાળા પણ આહાર ગ્રહણ કરે છે, તેમ દિગંબરો પણ સ્વીકારે છે; અને જો આહા૨સંજ્ઞાથી જ આહાર વાપરવાની ક્રિયા થાય છે, તેમ સ્વીકારીએ, તો આહાર વાપરનાર નિરતિચાર ચારિત્રવાળા મહાત્માઓને પણ સાતિચાર ચારિત્ર માનવાનો પ્રસંગ આવશે. ૧૦॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy