________________
કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/બ્લોક-૧૦
૨૫ અપ્રમાદિ મુનિઓને આહારનો અભાવ હોવાથી વ્યભિચાર નથી= આહારસંજ્ઞા અને કવલાહાર વચ્ચે નિયત વ્યાપ્તિ સ્વીકારવામાં વ્યભિચાર નથી, એ પ્રમાણે કુશંકા ન કરવી, એમ દિગંબરને ગ્રંથકારશ્રી કહે છે. તેમાં હેતુ કહે છે –
આહારસંન્નાનું અતિચારનું નિમિત્તપણું હોવાને કારણે ક્યારેય પણ નિરતિચાર આહારની સાધુને અપ્રાપ્તિનો પ્રસંગ આવશે=નિરતિચાર આહાર વાપરવાની ક્રિયાની અપ્રાપ્તિનો પ્રસંગ સાધુને આવશે. I૧૦.
મુનેરા માવસયોરપિ અહીં પ થી એ કહેવું છે કે કેવલીને તો આહારસંજ્ઞા નથી, પરંતુ મુનિને=ભાવસાધુને, પણ આહારસંજ્ઞા નથી.
અપ્રમત્તાવીનામ્ અહીં આવ થી આઠમા વગેરે ગુણસ્થાનકવાળા તથા કેવલીનું ગ્રહણ કરવું. ભાવાર્થ(૩) આહાર સંજ્ઞાના વિરહમાં પણ કેવલીને આહારનો સંભવ :
મોહથી અભિવ્યક્ત થતું ચૈતન્ય સંજ્ઞાપદાર્થ છે. તેથી આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કે પરિગ્રહસંજ્ઞાના કાળમાં જીવનો જે જ્ઞાનનો ઉપયોગ છે, તે તથા પ્રકારના મોહના આશ્લેષવાળો છે માટે મોહથી અભિવ્યક્ત થતા ચૈતન્યરૂપ છે, તેથી સંજ્ઞારૂપ છે. વળી આહારસંજ્ઞા પણ આહારતૃષ્ણારૂપ મોહના પરિણામના આશ્લેષવાળી છે, તેથી સંજ્ઞારૂપ છે. વળી ભાવસાધુ સર્વ ઉદ્યમથી મોહના ઉચ્છેદ માટે યત્ન કરનારા છે માટે મોહના ઉચ્છેદના ઉપાયભૂત દેહનું પાલન કરવા માટે આહારની આવશ્યકતા જણાય, તો મોહના ઉચ્છેદના ઉપાયભૂત એવા દેહને સાધના કરવા સમર્થ બનાવવા અર્થે આહાર કરે છે, પરંતુ મોહથી આવિષ્ટ પરિણામવાળા થઈને આહારમાં પ્રવૃત્તિ કરતા નથી માટે ભાવસાધુને આહારની પ્રવૃત્તિ હોવા છતાં આહાર સંજ્ઞા નથી, તેથી જેમ ભાવસાધુ આહાર સંજ્ઞા વગર પણ આહારમાં પ્રવૃત્તિ કરે છે, તેમ કેવલી પણ આહાર સંજ્ઞા વગર આહારમાં પ્રવૃત્તિ કરે છે, આમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, માટે દિગંબરે શ્લોક-૧માં કહેલ કે આહારસંજ્ઞાનો વિરહ હોવાથી કેવલી ભોજન કરતા નથી, તે વચન અયુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org