SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૯ ૨૧ કર્મોના સદ્ભાવ વડે, તેના અભાવમાં પણ=કૃતકૃત્યતાના અભાવમાં પણ, બાધા નથી જ; કેમ કે સર્વથા કૃતકૃત્યપણાનો સિદ્ધોમાં જ સંભવ છે. અહીં પ્રશ્ન થાય કે આ કૃત્ય મારે સાધવું છે, તેથી કૃત્ય કરવાની જેમને ઇચ્છા હોય તેઓ કૃતકૃત્ય નથી, અને કેવલીને કેવલજ્ઞાન થયા પછી આ કૃત્ય મારે સાધવું છે, એવી કોઈ ઇચ્છા નથી. તેથી કેવલી સર્વથા કૃતકૃત્ય નથી, તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે उपादित्साऽभावेऽपि સિદ્ધં, ઉપાદિત્સાના અભાવમાં પણ=ઉપાદેય એવા મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છાના અભાવમાં પણ, ઉપાદેય એવા મોક્ષની સયોગીકેવલીપણાના કાળમાં અસિદ્ધિ હોવાથી કેવલી સર્વથા કૃતકૃત્ય નથી. માટે કેવલીને ભવોપગ્રાહી કર્મોથી અકૃતકૃત્ય સ્વીકારવામાં કોઈ બાધા નથી જ, એમ અન્વય છે. - અહીં પ્રશ્ન થાય કે જો કેવલી કૃતકૃત્ય ન હોય તો શાસ્ત્રમાં કેવલીને કૃતકૃત્ય સ્વીકારવામાં આવે છે, તેનો વિરોધ થાય. તેથી ગ્રંથકા૨શ્રી કહે છે - रागाद्यभावमात्रेण સ્થિતપ્રાયમેવ ।। અને રાગાદિના અભાવમાત્રથી કૃતકૃત્યપણાની ભુક્તિપક્ષમાં પણ=કેવલીને ભોજન સ્વીકારવાના પક્ષમાં પણ, અબાધા જ છે, એ પ્રમાણે કથિતપ્રાય જ છે=શ્લોકના કથનથી સાક્ષાત્ કહેવાયેલું નહિ હોવા છતાં અર્થથી કથિતપ્રાય જ છે. ।।૯। * તવમાવેઽપિ=નૃતત્સત્વામાવત્તિ અહીં પ થી એ કહેવું છે કે ઘાતિકર્મના ક્ષયથી કેવલીમાં કૃતકૃત્યતા સ્વીકારવામાં તો કોઈ બાધ નથી, પરંતુ ભવોપગ્રાહી કર્મો વડે કૃતકૃત્યતાના અભાવમાં પણ કોઈ બાધ નથી જ. * કવિલ્સાઽમાવેત્તિ અહીં પ થી એ કહેવું છે કે કોઈ સાધકને મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેવા સાધકને તો મોક્ષની અસિદ્ધિ છે, પરંતુ મોક્ષને સાધવાની ઇચ્છાના અભાવમાં પણ સયોગીકૈવલીકાળમાં મોક્ષની અસિદ્ધિ છે. * રા[[દ્યમાવમાત્ર અહીં ગતિ થી ઘાતિકર્મના ઉદયથી થયેલા અન્ય દોષોનું ગ્રહણ કરવું. ** મુક્તિપક્ષેઽવ્યવાધ વ - અહીં પ થી એ કહેવું છે કે કેવલીને ભુક્તિપક્ષ ન સ્વીકારીએ તો તો રાગાદિ અભાવમાત્રથી કૃતકૃત્યપણાનો અબાધ છે, પરંતુ ભુક્તિપક્ષમાં પણ અબાધ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy