SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુત્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫ વસ્તુતઃ કેવલીભગવંતને સદા ધ્યાન છે અને સદા તપ છે. તેથી કેવલીભગવંતને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થાય. માટે કેવલીભગવંત કવલ ભોજન કરતા નથી. ૧૨ દિગંબરનો આશય એ છે કે શુદ્ધ આત્મામાં અવસ્થાન કરવું એ ધ્યાન છે અને આહારગ્રહણનો ત્યાગ કરવો એ તપ છે. કેવલીભગવંત સદા શુદ્ધ આત્મસ્વભાવમાં વર્તનારા છે, તેથી ધ્યાનમાં છે અને સદા આહારના ત્યાગવાળા છે, માટે સદા તપસ્વી છે. જો કેવલીભગવંતને આહારગ્રહણ સ્વીકારવામાં આવે તો આહારગ્રહણ કાળમાં શુદ્ધ આત્મભાવમાં રહેવાને બદલે પુદ્ગલગ્રહણની પ્રવૃત્તિમાં કેવલીભગવંત વર્તે છે, તેમ માનવું પડે, અને તપને છોડીને આહારગ્રહણરૂપ અતપની પ્રવૃત્તિ કરે છે, તેમ માનવું પડે. તેથી કેવલીભગવંતને કવલભોજન નથી. (૧૨) ભુક્તિ વગર પણ પરમઔદારિક શરીરનું ચિરકાળઅવસ્થિતિ સ્વભાવપણું : કેવલીભગવંતને ભુક્તિ વગર પણ કેવલજ્ઞાન વખતે પ્રગટ થતું પરમઔદારિક શરીર દીર્ઘ કાળ સુધી રહી શકે છે. માટે શરીરને ટકાવવા માટે કેવલીભગવંતને ભુક્તિ છે, એ પ્રકારની શ્વેતાંબરમતવાળાની કરાયેલી કલ્પનાનો કેવલીમાં અયોગ છે. તેથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. ॥૪॥ શ્લોક : परोपकारहानेश्च पुरीषादिजुगुप्सया । व्याध्युत्पत्तेश्च भगवान् भुङ्क्ते नेति दिगम्बराः । । ५ । । અન્વયાર્થ : T=અને પરોપારદાને =પરોપકારની હાતિ હોવાથી, પુરીષ વિનુ મુખવા= પુરીષાદિમાં જુગુપ્સા થવાથી વ્યાધ્યુત્પન્નેશ્વ અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી મળવાન=કેવલીભગવંત મુક્તે ન=ભોજન કરતા નથી, કૃતિ વિમ્બરા =એ પ્રમાણે દિગંબરો કહે છે. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy