SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૧ ભાવાર્થ :કેવલી કવલભોજી ન હોય તેનાં દિગંબરમતાનુસાર કારણો - (૧) સર્વ પ્રકારે દોષનો વિગમ :કેવલીભગવંત સર્વ દોષોથી રહિત છે, અને સુધા એ જીવની દુઃખવાળી અવસ્થા છે, તેથી દોષરૂપ છે. કેવલીને દોષનો અભાવ હોવાથી સુધાનો અભાવ છે, અને સુધાનો અભાવ હોવાને કારણે કેવલીને કવલાહાર સંગત નથી. માટે કેવલી કવલભોજન કરતા નથી. (૨) કૃતકૃત્યપણું : કેવલીભગવંત મોહના ઉમૂલન માટે યત્ન કરીને ઘાતિકર્મનો ક્ષય કરી ચૂકેલા છે, તેથી કૃતકૃત્ય છે, અને કૃતકૃત્ય એવા કેવલીભગવંતને કવલભોજન સંભવે નહિ; અને જો કેવલીભગવંતને કવલભોજન સ્વીકારીએ તો તત્યપણાની હાનિની પ્રાપ્તિ થાય. દિગંબરનો આશય એ છે કે સાધના કરનાર સાધુભગવંતો પોતાના કૃત્યની નિષ્પત્તિ અર્થે તેના ઉપાયભૂત એવા દેહનું પાલન કરે છે, પરંતુ કેવલીભગવંતનાં તો સર્વ કૃત્યો સિદ્ધ થઈ ચૂક્યાં છે. તેથી પોતાના ઇષ્ટ એવા કૃત્યની નિષ્પત્તિ અર્થે દેહનું પાલન કરવું કેવલીભગવંતને આવશ્યક નથી. આમ છતાં કેવલીભગવંત ધર્મના સાધનરૂપે દેહનું પાલન કરે છે, તેમ સ્વીકારવામાં આવે, તો કેવલીભગવંતના કૃતકૃત્યપણાની હાનિની પ્રાપ્તિ થાય. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. (૩) આહાર સંજ્ઞાનો વિરહ :કેવલીભગવંતને આહારસંજ્ઞાનો વિરહ છે અને આહારસંજ્ઞા એ આહારની પ્રવૃત્તિનો હેતુ છે. તેથી કેવલીભગવંત આહારની પ્રવૃત્તિરૂપ કવલભોજન કરતા નથી. (૪) અનંત સુખની સંગતિ : કેવલીભગવંતને અનંત સુખની સંગતિ હોવાથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. હવે જો કેવલીભગવંતને આહાર સ્વીકારવામાં આવે તો આહારના કારણભૂત સુધાવેદનીયનો ઉદય અવશ્ય સ્વીકારવો પડે, અને સુધાવેદનીયનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy