________________
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
૩૦મી ‘કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા'ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
૨૯મી વિનયબત્રીશીમાં પાંચ પ્રકારના વિનયનું સ્વરૂપ બતાવ્યું. તે વિનય સંપૂર્ણ યોગમાર્ગના સમ્યક્ સેવનરૂપ છે, તેથી તે વિનયના પાલનથી મહાત્મા કૈવલી થાય છે.
કેવલી કવલભોજી હોવાથી કૃતાર્થ નથી, એ પ્રકારે દિગંબરો માને છે. તેમની મતિના વિભ્રમને દૂર કરવા માટે ગ્રંથકારશ્રીએ ‘કૈવલીભુક્તિવ્યવસ્થાપન’ નામની બત્રીશી કરેલ છે=કેવલીને ભુક્તિ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેનું સ્થાપન કરનારી પ્રસ્તુત બત્રીશી રચેલ છે.
બુદ્ધિપૂર્વકની પુદ્ગલની પ્રવૃત્તિ વીતરાગ ક્યારેય કરે નહિ, એ પ્રકારના દિગંબરના આશયનું યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી દ્વારા પ્રસ્તુત બત્રીશીમાં નિરાકરણ :
દિગંબરોનો મુખ્ય આશય એ છે કે ‘બ્રાહ્મો ન સ્નેચ્છિતવ્યઃ’ ‘બ્રાહ્મણે મ્લેચ્છની આચરણા કરવી જોઈએ નહિ,’ એ વચન પ્રમાણે આત્મા બ્રહ્મસ્વરૂપ છે, તેથી બ્રાહ્મણ છે; અને બ્રહ્મસ્વરૂપ એવો આત્મા મ્લેચ્છના જેવી પુદ્ગલની પ્રવૃત્તિ કરે નહિ. તેથી બુદ્ધિપૂર્વકની પુદ્ગલની પ્રવૃત્તિ વીતરાગ ક્યારેય કરે નહિ. એ પ્રકારની માન્યતાને કારણે દિગંબરો કેવલીને બુદ્ધિપૂર્વક વિહાર સ્વીકારતા નથી, પરંતુ વાદળાની જેમ સ્વભાવથી ગમન સ્વીકારે છે. વળી બુદ્ધિપૂર્વક ગ્રહણ થાય તેવી વસ્ત્રગ્રહણની ક્રિયા કે આહારગ્રહણની ક્રિયા કેવલી કરતા નથી, તેમ સ્થાપન કરે છે; અને સ્વમાન્યતાને સામે રાખીને કૈવલીને કવલભોજન સ્વીકારવામાં શું શું દોષો આવી શકે, તેની વિશદ ચર્ચા દિગંબર ગ્રંથકારોએ કરેલ છે. તે સર્વ દિગંબરનાં સ્થાનોને સામે રાખીને પ્રત્યેક સ્થાનમાં દિગંબરો દ્વારા બતાવેલ દોષો કઈ રીતે યુક્તિયુક્ત નથી, તે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં સ્થાપન કરેલ છે, અને તે સ્થાપન કરવાથી આ પ્રમાણે ફલિત થાય છે
વીતરાગ ભગવંત ચાર ઘાતિકર્મના ક્ષયવાળા છે, તેથી ઘાતિકર્મના ઉદયથી
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org