________________
૧૦૮
કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/બ્લોક-૨૮
ભાવાર્થ –
(૧૫) વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ :
દિગંબરો કહે છે કે ભોજન કરવાથી રોગોની ઉત્પત્તિનો સંભવ છે, તેથી કેવલીને ભુક્તિ સ્વીકારવાથી દેહને ઉપઘાતક એવા પુદ્ગલોથી રોગનો સંભવ રહે, માટે કેવલી ભોજન કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે --
પુણ્યથી આક્ષિપ્ત એવા નિસર્ગથી હિત-મિત આહાર કેવલી કરે છે. તેથી કેવલીને કોઈ પણ વ્યાધિની ઉત્પત્તિ સંભળાતી નથી.
આશય એ છે કે છગસ્થ જીવો દેહના પોષણ અર્થે કે સંયમની આરાધના અર્થે આહાર ગ્રહણ કરતા હોય તો પણ પોતાના દેહને કયો આહાર ઉપઘાતક થશે, તેવો સ્પષ્ટ નિર્ણય ન હોય તો અજ્ઞાનને કારણે આહારથી વ્યાધિ થઈ શકે. વળી સાધુને ભિક્ષામાં કોઈ તેવો આહાર પ્રાપ્ત થયો હોય, જે તેમના દેહને ઉપઘાતક બને તેવો હોય, તો ગ્રહણ કરાયેલા આહારથી વ્યાધિ થઈ શકે; પરંતુ કેવલીને તો કેવલજ્ઞાનના કારણે પોતાના દેહને કયો આહાર ઉપઘાતક છે અને કયો આહાર હિતરૂપ છે, તેનો સ્પષ્ટ બોધ છે, અને પોતાના દેહને ઉપયોગી હોય તેનાથી લેશ પણ અધિક આહાર તેઓ કરતા નથી.
વળી કેવલીને ઉત્તમ અધ્યવસાયને કારણે ઘાતિકર્મનો ક્ષય થયો છે. તેથી લાભાંતરાયના ક્ષયને કારણે સ્વાભાવિક રીતે તેમને નિર્દોષ એવો હિતકારી આહાર મળે છે, અને હિત અને પરિમિત આહાર ગ્રહણ કરવાથી ક્યારે પણ વ્યાધિ ઉત્પન્ન થઈ શકે નહિ, તેથી કેવલીને આહારથી વ્યાધિનો સંભવ નથી. માટે દિગંબરો કહે છે કે કેવલીને કવલભોજન સ્વીકારવાથી વ્યાધિનો સંભવ છે, તે વાત અયુક્ત છે.
આ રીતે શ્લોક-ર થી પ સુધી કેવલીના કવલભોજનમાં દિગંબરોએ બતાવેલા દોષોને બતાવીને ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી તેનું નિરાકરણ કર્યું. તે સર્વનું નિગમન કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – દિગંબર દ્વારા ઉપન્યાસ કરાયેલા સર્વ દોષોનું ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org