________________
પ૪
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અહીં યોગની પ્રવૃત્તિને અફલાવહ ન કહેતાં ક્ષેપદોષને અફલાવહ કેમ કહ્યો ? એથી ગ્રંથકારશ્રી કહે છે – ઉત્..... રૂતિ માવ: | અસકૃવારંવાર ઉત્પાદનથી=ઉખેડવાથી, શાલિની જેમ ક્ષેપથી યોગની ફળજતતશક્તિનો નાશ હોવાને કારણે ફળને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ હોવાને કારણે, તેનાથી તેવા યોગથી, ફળ નથી, એ પ્રમાણે ભાવ છે.
તેડુત્તમ્ - તે=શ્લોકમાં ક્ષેપદોષનું સ્વરૂપ કહ્યું તે, ષોડશક-૧૪, શ્લોક૬માં કહેવાયું છે.
ક્ષેપેડ િ..... પુંસ:” || અને ક્ષેપ હોતે છતે પણ અપ્રબંધ હોવાથીચિત્તનું શિથિલમૂળપણું હોવાથી, આયોગનું કરણ, ઈષ્ટફળની નિષ્પત્તિ માટે નથી. વારંવાર ઉત્પાદનથી=ઉખેડવાથી, શાલિ પણ=ડાંગર પણ, પુરુષને ફલાવહ થતા નથી ફળને આપનાર થતા નથી. ll૧૭થા ભાવાર્થ :(૫) પદોષનું સ્વરૂપ –
ધ્યાનરૂપ યોગના ભેદની નિષ્પત્તિ માટે ક્ષેપદોષ વિજ્ઞભૂત છે અને ક્ષેપદોષના પરિહારથી પ્રગટ થયેલું ધ્યાન સમતાની પ્રાપ્તિનું કારણ બને છે.
કોઈ યોગી સુદઢ યત્નપૂર્વક ધ્યાનયોગમાં પ્રયત્ન કરતા હોય, આમ છતાં ક્યારેક યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે ચિત્ત બીજે જાય તો તે ક્ષેપદોષ છે, અને તે ક્ષેપદોષને કારણે તે ધ્યાનની ક્રિયા ઈષ્ટફળની જનક બનતી નથી; કેમ કે ધ્યાનમાં સુદઢ યત્ન હોય તો જ રાગાદિના પ્રતિપક્ષ ભાવોની નિષ્પત્તિ દ્વારા તે ધ્યાન સમતાની વૃદ્ધિ કરે છે; વળી ક્ષેપદોષને કારણે ધ્યાનમાં કરાતા યત્નકાળમાં ચિત્તની પ્રવૃત્તિ શિથિલમૂળવાળી બને છે, તેથી શિથિલ બનેલી તે ધ્યાનની પ્રવૃત્તિ ઈષ્ટફળને ઉત્પન્ન કરતી નથી.
અહીં ક્ષેપદોષને કારણે ધ્યાનની ક્રિયા ફળ અજનક છે, આમ છતાં ક્ષેપદોષને ફળ અજનક કહ્યો તે ઉપચારથી કહેલ છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ જમીનમાં શાલિકડાંગર, વાવેલ હોય અને તે શાલિ વાવ્યા પછી થોડી માટી આદિથી સહિત તે બીજને અન્યત્ર સ્થાપન કરવામાં આવે અને આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org