________________
૪૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ક્રિયા કષ્ટસાધ્ય લાગે છે અને તે કષ્ટસાધ્ય ક્રિયા કરવામાં ઉત્સાહ નહિ હોવાથી ઉદ્વેગપૂર્વક ક્રિયા કરે છે. બંનેમાં ક્રિયા તો કરે છે, પણ એક ખેદપૂર્વકની છે, બીજી ઉદ્વેગપૂર્વકની છે. ઉગદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :
કષ્ટસાધ્યતાના જ્ઞાનથી થયેલ આળસને કારણે અનુત્સાહથી ક્રિયા કરવાના કારણે શાસ્ત્રવિધિમાં અનાદર થાય છે, તે યોગદ્વેષરૂપ છે, અને તે અનાદરથી= ઉદ્વેગથી, થતી ક્રિયા રાજવેઠ જેવી છે, અને તેવી પ્રવૃત્તિ કરવાથી યોગીકુળમાં જન્મની પ્રાપ્તિ થતી નથી; કેમ કે અનાદરપૂર્વક કરાયેલી યોગની ક્રિયાથી યોગીકુળમાં જન્મનો બાધ થાય છે. તેથી યોગમાર્ગમાં પ્રવૃત્ત વ્યક્તિએ ઉદ્વેગ દોષના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરવો જોઈએ, જેથી પ્રગટ થયેલો ધ્યાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિવાળો થાય છે. ૧૪l અવતરણિકા :
ક્રમ પ્રાપ્ત ભ્રમદોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
भ्रमोऽन्तर्विप्लवस्तत्र न कृताकृतवासना ।
तां विना योगकरणं प्रस्तुतार्थविरोधकृत् ।।१५।। અન્વયાર્થ -
શ્રમોડર્નાર્વવા=ભ્રમ અન્તવિપ્લવ છે ચિત્તનો વિપર્યય છે તત્ર તે હોતે છતે=ભ્રમ હોતે છતે, તાતવાસના ન=કૃત-અકૃત વાસના નથી= અનુષ્ઠાન કરાયું કે નથી કરાયું તેની વાસના હોતી નથી. તો વિના તેના વગર કૃતાકૃતની વાસના વગર,ચોપારિવં યોગનું કારણ પ્રસ્તુતાર્થવિરોધ પ્રસ્તુત અર્થના વિરોધ કરનાર છે=યોગના સેવનથી પ્રસ્તુત એવા યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર છે. ૧પા. શ્લોકાર્ચ - ભ્રમ ચિત્તનો વિપર્યય છે. ભ્રમ હોતે છતે અનુષ્ઠાન કરાયું કે નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org