________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૪
૪૫ વડે નિયુક્ત પુરુષના અનુષ્ઠાન જેવી, ક્રિયા=પરવશતાદિ નિમિત્ત પ્રવૃત્તિ, યોગીના કુળમાં=સમૃદ્ધિવાળા શ્રાવકના કુળમાં, જન્મનો બાધ કરે છે અર્થાત્ યોગીના કુળમાં જન્મ થતો નથી; કેમ કે યોગક્રિયાના અનાદરથી યોગીકુળમાં જન્મના બાધકપણાનો નિયમ છે.
તકુત્તમ્ - તે કહેવાયું છે=ઉદ્વેગદોષનું સ્વરૂપ કહ્યું, તે ષોડશક-૧૪, શ્લોક-પમાં કહેવાયું છે.
..... ” !ા ઉદ્વેગવાળું ચિત્ત હોતે છતે વિદ્વેષથી આનું યોગનું, પાપ વડે દાસપણાના કારણ એવા પાપ વડે, કરણ વિષ્ટિ જેવું રાજાની વેઠ જેવું, છે, અને આ=આવા પ્રકારનું કરણ, યોગીકુળમાં જન્મનું અત્યંત બાધક, તેના જાણનારાઓને યોગના જાણનારાઓને, અભિમત=ઈષ્ટ છે. ll૧૪ના ભાવાર્થ(૨) ઉદ્ધગદોષનું સ્વરૂપ :
શ્લોક-૧૩માં પૂર્વની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ ક્લમ=માનસદુઃખાનુબંધી પ્રયાસ, ખેદ છે તેમ બતાવ્યું, અને તે ખેદ કરતાં ઉદ્વેગ જુદો છે, તે બતાવવા માટે કહ્યું કે પૂર્વમાં કોઈ પ્રવૃત્તિ કરેલ ન હોય, તેથી અપ્રવૃત્તિ હોવાને કારણે અશ્રાંત હોય=થાકેલો ન હોય તેવી અશ્રાંત વ્યક્તિનો સદનુષ્ઠાનમાં જે ક્લમ= માનસદુઃખાનુબંધી યત્ન તે ઉગ છે.
ઉદ્વેગનું લક્ષણ ષોડશક-૧૪૩માં કહ્યું કે “ષ્ટસાધ્યતાજ્ઞાનનનિતમાનચ”
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ વ્યક્તિ પૂર્વની પ્રવૃત્તિથી થાકેલી ન હોય, આમ છતાં ધર્માનુષ્ઠાન કરતી વખતે તે અનુષ્ઠાનમાં જે પ્રણિધાન આશયપૂર્વક યત્ન કરવાનો છે તે કષ્ટસાધ્ય છે, તેવું જ્ઞાન થવાને કારણે ક્રિયા કરવામાં તે વ્યક્તિને આળસ પેદા થાય, તેથી ક્રિયા કરે તો પણ શાસ્ત્રવિધિ અનુસાર સમ્યક્ કરવા માટે યત્ન કરતો નથી તે ઉદ્દેગ દોષ છે.
ખેદદોષમાં અને ઉગ દોષમાં તફાવત :
ખેદદોષ અને ઉગ દોષમાં ભેદ એ છે કે ખેદમાં પૂર્વની પ્રવૃત્તિને કારણે વ્યક્તિ શ્રાંત થયેલી હોવાથી ઉત્તર ક્રિયાકાળમાં વિધિમાં સમ્યગુ યત્ન કરતો નથી, માત્ર ક્રિયા થાય છે, અને ઉદ્વેગમાં પૂર્વની ક્રિયાથી શ્રમ થયેલો ન હોય તોપણ યોગમાર્ગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org