________________
યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૧૩
૪૧
જોકે ષોડશક-૧૪, શ્લોક-૩માં ચિત્તના દોષોનો ક્રમ નિવૃત્તિને આશ્રયીને જુદા પ્રકા૨નો બતાવ્યો છે, અને તે દોષોની નિવૃત્તિના ક્રમ પ્રમાણે અહીં પણ ગ્રંથકારશ્રીએ કહેવું જોઈએ. આમ છતાં બત્રીશીના શ્લોકની રચનામાં જે છંદની મર્યાદા રાખેલ છે, તે મર્યાદાને સાચવવા અર્થે અર્થાત્ છંદભંગ ન થાય તે માટે ખેદાદિ દોષોના ક્રમનો ફે૨ફા૨ કરીને લખેલ છે. આમ છતાં દોષની નિવૃત્તિનો ક્રમ તો જે પ્રમાણે ષોડશક-૧૪, શ્લોક-૩માં બતાવ્યો છે, તે મુજબ જાણવો. ૧૨]
અવતરણિકા :
પૂર્વશ્લોક-૧૨માં અયોગીના ચિત્તના આઠ દોષો ધ્યાનમાં વિઘ્નભૂત છે, તેમ બતાવ્યું. તેથી હવે ક્રમસર તે દોષોને ગ્રંથકારશ્રી બતાવે છે
શ્લોક ઃ
प्रवृत्तिजः क्लमः खेदस्ततो (तत्र) दाढर्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र कृषिकर्मणि वारिवत् ।।१३।। અન્વયાર્થ ઃ
પ્રવૃત્તિન=પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ-ક્રિયાથી ઉત્પન્ન થયેલ, વત્તમઃ=માનસદુઃખાનુબંધી પ્રયાસ છેઃ=ખેદ છે. તત્ર=તે હોતે છતે=ખેદ હોતે છતે, ચેતત:=ચિત્તની દૃઢતા થતી નથી, ==અને ત્ર=અહીં=યોગક્રિયામાં, ગદ્દ:=આ= પ્રણિધાનની એકાગ્રતા, ઋષિર્મળિ વારિવ=કૃષિકર્મમાં=ખેતીની ક્રિયામાં, પાણીની જેમ મુલ્યો હેતુઃ=મુખ્ય અસાધારણ, હેતુ છે. ૧૩||
* વેવસ્તુતો શ્લોકમાં છે ત્યાં ટીકા પ્રમાણે વેવસ્તત્ર પાઠ હોવો જોઈએ. તેથી તે મુજબ અમે અહીં અર્થ કરેલ છે.
શ્લોકાર્થ ઃ
ક્રિયાથી ઉત્પન્ન થયેલ માનસદુઃખાનુબંધી પ્રયાસ ખેદ છે. ખેદ હોતે છતે ચિત્તની દૃઢતા થતી નથી, અને યોગક્રિયામાં પ્રણિધાનની એકાગ્રતા ખેતીની ક્રિયામાં પાણીની જેમ અસાધારણ હેતુ છે. II૧૩||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org