________________
૪૦
- યોગભેદદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ मनोदोषाणाम्, त्यागात्-अपरिहारात्, अदो-ध्यानं, अनुबन्धि उत्तरोत्तरवृद्धिमद् भवति । यद्यप्यन्यत्र “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान्” इत्येवं क्रमोऽभिहितस्तथाप्यत्र बन्धानुलोम्याद् व्यत्ययेनाभिधानमिति द्रष्टव्यम् ।।१२।। ટીકાર્ય -
વેઢાવીનાં ... મતિ એ આગળ કહેવાશે એ લક્ષણવાળા ખેદાદિ આઠ પૃથફ ચિત્તદોષોના અયોગીના મનના દોષોના, ત્યાગથી પરિહારથી, આ= ધ્યાન, અનુબંધિ=ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થાય છે.
પ ..... દ્રષ્ટટ્યમ્ | જો કે અન્યત્ર=ષોડશક-૧૪ શ્લોક-૩માં “ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્ર, રુગ અને આસંગથી યુક્ત એવા ચિત્તોને પ્રબંધથી=પ્રયત્નથી, મતિમાન-બુદ્ધિશાળી, વર્જન કરે.” આ પ્રમાણે ક્રમ કહેવાયેલ છે, તોપણ અહીં બંધાનુલોમ્યથી શ્લોકરચનાના બંધની મર્યાદાથી, વ્યત્યયથી= વિપરીત ક્રમથી, અભિધાન છે, એ પ્રમાણે જાણવું. ૧૨ા ભાવાર્થ:ચિત્તના આઠ દોષોના ત્યાગથી ઉત્તરોત્તર વૃદ્ધિવાળું ધ્યાન -
ધ્યાનની નિષ્પત્તિ માટે અને નિષ્પન્ન થયેલા ધ્યાનને ઉત્તરોત્તર અધિક કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ કરવાનો છે. અયોગી જીવનું સામાન્યજીવનું, ચિત્ત આઠ દોષોના સંશ્લેષવાળું હોય છે, તેથી તેઓ યોગીની જેમ ધ્યાનમાં યત્ન કરતા નથી.
યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા યોગીઓ ધ્યાન દ્વારા આત્માને નિષ્પન્ન કરવા માટે યત્ન કરતા હોય ત્યારે, અનાદિકાળના અભ્યાસના કારણે અયોગી જીવના મનના દોષો પ્રગટ થાય તો ધ્યાનના પ્રવાહનો નાશ કરે છે. તેથી ધ્યાનયોગને પ્રગટ કરવા માટે અને પ્રગટ થયેલા ધ્યાનયોગને સ્થિર કરવા માટે યોગીએ ચિત્તના આ આઠ દોષોના ત્યાગ માટેનો યત્ન કરવો જોઈએ, જેથી પ્રગટ થયેલું ધ્યાન સમતાની નિષ્પત્તિ દ્વારા ઉત્તર-ઉત્તરના ધ્યાનની નિષ્પત્તિનું કારણ બને અને તેનાથી ધ્યાનનો પ્રવાહ ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org