________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧ છે, અને કેટલાક જીવો ઉદ્યમ કરી કરીને દેવને અનુકૂળ કરે છે અને ધનને મેળવે છે, તે સ્થાનમાં દેવ ગૌણ છે અને પુરુષકાર પ્રધાન છે. તેમ ધર્મની પ્રવૃત્તિમાં પણ દૈવ અને પુરુષકાર કારણ છે અને જે ધર્મની પ્રવૃત્તિમાં પુરુષકાર પ્રધાન હોય અને દેવ ગૌણ હોય તે પ્રવૃત્તિ જીવને માટે કલ્યાણનું કારણ બને છે અને પુરુષકારના પ્રાધાન્યથી દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે, એમ પૂર્વે ૧૭મી બત્રીશીમાં બતાવ્યું.
આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યાં સુધી વીતરાગ ન બને ત્યાં સુધી રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત નથી; તોપણ જ્યારે જીવને શાસ્ત્રથી બોધ થાય છે કે તેનું પારમાર્થિકસ્વરૂપ સિદ્ધાવસ્થામાં છે, અને સિદ્ધાવસ્થામાં અસાંયોગિક સુખ છે, તે જ પરમાર્થથી જીવને માટે પ્રકૃષ્ટ સુખ છે, અને સાંયોગિક સુખ છે, તે જીવનું વિકારવાળું સુખ છે ત્યારે તે બોધથી વિવેક પ્રગટવાને કારણે અસાંયોગિક સુખનો અર્થી જીવ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે, ત્યારે તેનો રાગ અસાંયોગિક સુખ પ્રત્યે હોય છે અને અસાંયોગિક સુખની પ્રાપ્તિના ઉપાયભૂત ઉચિત આચરણા પ્રત્યે હોય છે અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ હોય છે. તેથી અસાંયોગિક સુખ પ્રત્યેના રાગથી તેના ઉપાયભૂત ઉચિત પ્રવૃત્તિમાં જીવ યત્ન કરતો હોય ત્યારે તેનો રાગ આત્મિક હિતમાં પ્રવર્તે છે, તેથી ચારિત્રની પ્રાપ્તિકાળમાં વર્તતા રાગાંશને આશ્રયીને વિચારીએ તો રાગ આપાદક ક્ષયોપશમભાવનું કર્મ દેવનો અંશ છે અને તે રાગાંશને જીવ પોતાના આત્મિક હિતમાં સ્વપરાક્રમથી પ્રવર્તાવે છે, તેથી ત્યાં પુરુષકાર પ્રધાન છે અને દેવ ગૌણ છે અર્થાત્ સાધક યોગી જ્યારે ચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે દેવ ગૌણ છે અને સ્વપરાક્રમ પ્રધાન છે અને જ્યારે તે સાધક યોગી પ્રમાદવશ થઈને લોકસંજ્ઞાથી કે અન્ય કોઈ સંજ્ઞાથી કે અનાભોગથી ચારિત્રના આચારોમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પ્રમાદ આપાદક કર્મ બળવાન છે અને પુરુષકાર ગૌણ છે, તેથી મોક્ષને અનુકૂળ યત્ન થતો નથી, પરંતુ વિદ્યમાન ગુણસ્થાનકના પાતને અનુકૂળ વ્યાપાર થાય છે. તેથી તે વ્યાપાર યોગ નથી, પરંતુ જ્યારે મોહને વશ કરીને સાધક યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે ચારિત્રની પ્રવૃત્તિ બને છે આથી યોગ પ્રવૃત્તિના ભેદોને પ્રસ્તુત ૧૮મી બત્રીશીમાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org