________________
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૮ મનોગતિમાં વૃત્તિસંક્ષય યોગ ઈચ્છાય છે. ll૨૮ll ટીકા - - प्रवृत्तीति-प्रवृत्ति: प्रथमाभ्यासः, स्थिरता-उत्कर्षकाष्ठाप्राप्तिः, ताभ्यां मनोगुप्तिद्वये किल आद्याश्चत्वारो भेदा:-अध्यात्मभावनाध्यानसमतालक्षणा:, इष्यन्ते, व्यापारभेदाद्, एकत्र क्रमेणोभयोः समावेशात्, यथोत्तरं विशुद्धत्वात् । तथाऽन्त्यायां चरमायां, तत्र-मनोगुप्तौ, अन्तिमो-वृत्तिसङ्क्षयः, इष्यते । इत्थं हि पञ्चापि प्रकारा निरपाया एव ।।२८ ।। ટીકાર્ચ -
પ્રવૃત્તિઃ ..... વ્યાપારમેન, પ્રવૃત્તિ=પ્રથમ અભ્યાસ, સ્થિરતા=ઉત્કર્ષની કાષ્ઠાની પ્રાપ્તિઉત્કર્ષની પરાકાષ્ઠા, બંને દ્વારા બે પ્રકારની મનોગુપ્તિ થાય છે અને બે પ્રકારની મનોગુપ્તિમાં ખરેખર પ્રથમના ચાર ભેદો=અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતારૂપ પ્રથમના ચાર ભેદો, ઈચ્છાય છે; કેમ કે વ્યાપારનો ભેદ છે=પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર પ્રકારના વ્યાપારનો ભેદ છે, તેથી અધ્યાત્માદિ ચાર ભેદો ઈચ્છાય છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બે મનોગુપ્તિમાં ચાર ભેદો કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે ––
ત્ર..... સમાવેશ, એકમાં-અધ્યાત્માદિ ચારમાંથી કોઈ એકમાં, ક્રમથી ઉભયનો=પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને પ્રકારની મનોગુપ્તિનો, સમાવેશ હોવાથી, પ્રવૃત્તિ અને સ્થિરતારૂ૫ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર ભેદોનો સમાવેશ છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિ ક્રમસર સ્વીકારવામાં આવે, ત્યારપછી ભાવના આદિ યોગમાં પણ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિ સ્વીકારવામાં આવે તો પ્રવૃત્તિ કરતાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ હોવાને કારણે, ભાવનાદિ યોગમાં વર્તતી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિને વિશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org