________________
८८
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ માનવાનો પ્રસંગ આવશે. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
થોત્તર વિશુદ્ધવાન્ ! યથોત્તર વિશુદ્ધપણું હોવાથી અધ્યાત્મમાં પ્રગટ થયેલી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં સ્થિરતારૂપ મતોગુપ્તિ વિશુદ્ધ છે, અને અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં ભાવનામાં થયેલી પ્રવૃત્તિરૂપ મોગુપ્તિ વિશુદ્ધ છે, અને ભાવનામાં થયેલ પ્રવૃત્તિરૂપ મોગુપ્તિ કરતાં ભાવનામાં થયેલ સ્થિરતારૂપ મતોગતિ વિશુદ્ધ છે, અને ભાવનામાં થયેલ સ્થિરતારૂપ મોગુપ્તિ કરતાં ધ્યાનમાં થયેલ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે, અને ધ્યાનમાં થયેલ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં ધ્યાનમાં થયેલ સ્થિરતારૂપ મતોગુપ્તિ વિશુદ્ધ છે, અને ધ્યાનમાં થયેલ સ્થિરતારૂપ મોગુપ્તિ કરતાં સમતામાં થયેલ પ્રવૃત્તિરૂપ મતોગતિ વિશુદ્ધ છે, અને સમતામાં થયેલ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં સમતામાં થયેલ સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. આ રીતે યથોત્તર વિશુદ્ધપણું હોવાથી (અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિને ભાવના વગેરેમાં વર્તતી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં વિશુદ્ધ માનવાનો પ્રસંગ આવશે નહિ, એમ અવય છે.)
તથા ... વ ાા અને અંત્ય એવી તેમાં ચરમ એવી મનોગુપ્તિમાં=પ્રથમની બે મતોગુપ્તિ કરતાં ત્રીજી એવી મનોગુપ્તિમાં, અંતિમ-અધ્યાત્માદિ પાંચ યોગમાંથી અંતિમ ભેદ વૃત્તિસંક્ષય, ઈચ્છાય છે. હિં=જે કારણથી આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પાંચે પણ પ્રકારો=અધ્યાત્માદિ પાંચે પણ પ્રકારો, નિરપાય જ છે–વૃતિરોધમાં સુસંગત જ છે. li૨૮. ભાવાર્થત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ યોગોનો સમાવેશ :
શ્લેક-૨૯માં ગ્રંથકારશ્રી સ્વયં બતાવવાના છે તે મનોગુપ્તિ ત્રણ પ્રકારની છે. તે ત્રણ પ્રકારની મનોગુપ્તિમાંથી પ્રથમ પ્રકારની મનોગુપ્તિ પ્રવૃત્તિરૂપ છે અને બીજા પ્રકારની મનોગુપ્તિ સ્થિરતારૂપ છે, અને પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ પ્રથમ અભ્યાસરૂપ છે અને સ્થિરતારૂપ મનોગુપ્તિ ઉત્કર્ષની પરાકાષ્ઠાની પ્રાપ્તિરૂપ છે. આ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ યોગના ચાર ભેદો ઈચ્છાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org