________________
૮૬
યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૨૮
પ્રવૃત્તિ માટે પર્યાયાસ્તિક નયને આશ્રયીને અનુભવસિદ્ધ ભેદ-પ્રભેદો માનવા જોઈએ.
એ રીતે વૃત્તિરોધના પણ અનુભવસિદ્ધ અધ્યાત્માદિ પાંચ ભેદોનો અપલાપ થઈ શકે નહિ, અને જો અપલાપ કરીએ તો માત્ર વૃત્તિ૨ોધપરિણત આત્મદ્રવ્ય યોગ છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે, અને તેમ સ્વીકારીએ તો વૃત્તિરોધના અધ્યાત્માદિ અવાંતર પાંચ ભેદોનો બોધ થાય નહિ, અને અધ્યાત્માદિ અવાંતર પાંચ ભેદોનો બોધ થાય નહિ તો પોતાની ભૂમિકાને ઉચિત કયા પ્રકારના વૃત્તિરોધમાં પોતે યત્ન કરી શકે તેમ છે, તેવો નિર્ણય થાય નહિ, અને પોતાની ભૂમિકા પ્રમાણે કયો વૃત્તિરોધ પોતાનાથી થઈ શકે તેવો નિર્ણય થાય નહિ તો યોગમાર્ગમાં યત્ન થઈ શકે નહિ. તેથી યોગમાર્ગમાં સમ્યગ્ યત્ન કરવા માટે અવાંતર ભેદોનો અપલાપ કરવો ઉચિત નથી.II૨૭ના
અવતરણિકા :
મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારના ભેદથી અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે થઈ શકે છે ? તે બતાવવા માટે મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે સંગત છે, તે પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક ઃ
प्रवृत्तिस्थिरताभ्यां हि मनोगुप्तिद्वये किल ।
भेदाश्चत्वार इष्यन्ते तत्रान्त्यायां तथान्तिमः ।। २८ ।।
અન્વયાર્થ:
પ્રવૃત્તિસ્થિરતામ્યાં દ્વિ=પ્રવૃત્તિ અને સ્થિરતા દ્વારા થયેલી મનોવ્રુત્તિયે બે પ્રકારની ગુપ્તિમાં વિત્ત=ખરેખર વાર:=ચાર ભેદો=અધ્યાત્મ, ભાવતા, ધ્યાન અને સમતારૂપ ચાર ભેદો, તથા અન્યાયાં તત્ર=અને અંત્ય એવી તેમાં=ચરમમાં–ત્રીજી મનોગુપ્તિમાં નિમ:=વૃત્તિસંક્ષય યોગ રૂત્તે ઈચ્છાય છે. ||૨૮॥
શ્લોકાર્થ :
પ્રવૃત્તિ અને સ્થિરતા દ્વારા થયેલી બે પ્રકારની મનોગુપ્તિમાં ખરેખર અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતારૂપ ચાર ભેદો અને ત્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org