________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૬ સહજ શેયનું પ્રકાશન થાય છે, તોપણ સયોગી કેવલીને યોગકૃત સ્પંદનો વર્તે છે; અને જીવ જ્યારે યોગનિરોધ કરે છે ત્યારે આત્મા નિસ્તરંગ મહોદધિ જેવો બને છે. તેથી તે વખતે આત્મામાં મોહના કે મતિજ્ઞાનના કોઈ વિકલ્પોના તરંગો નથી કે કોઈ સ્પંદનરૂપ વૃત્તિઓ નથી; અને આવું આત્માનું સ્વરૂપ હોવાથી પ્રથમ બારમા ગુણસ્થાનકે વિકલ્પોના તરંગોરહિત આત્મા થાય છે. ત્યારપછી જેમ બારમા ગુણસ્થાનકે તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી આત્મામાં વિકલ્પોરૂપ વૃત્તિઓ ઊઠતી હતી, તે તેરમા ગુણસ્થાનકે બંધ થાય છે અને તેરમા ગુણસ્થાનકે તેવા પ્રકારના શરીરદ્રવ્યના સંયોગથી સ્પંદનરૂપ વૃત્તિઓ ઊઠતી હતી, જે યોગનિરોધની પ્રાપ્તિના પૂર્વકાળ સુધી હોય છે. યોગનિરોધ પછી અયોગ ગુણસ્થાનકમાં સ્પંદનરૂપ પણ વૃત્તિઓ બંધ થાય છે. તેથી ચૌદમે ગુણસ્થાનકે સર્વ વૃત્તિઓનો નાશ થવાથી નિતરંગ મહોદધિ જેવો આત્મા બને છે અને તેના ફળરૂપે કર્મબંધ અટકે છે. તેથી વિદ્યમાન કર્મનો અને દેહના સંબંધનો નાશ થાય છે, ત્યારે સર્વકર્મરહિત શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ થાય છે. રિપો અવતરણિકા -
વૃતિસંક્ષય નામના યોગભેદનું ફળ બતાવે છે – શ્લોક :
केवलज्ञानलाभश्च शैलेशीसम्परिग्रहः ।
मोक्षप्राप्तिरनाबाधा फलमस्य प्रकीर्तितम् ।।२६।। અન્વયાર્થ:
વજ્ઞાનનામગ્ન અને કેવલજ્ઞાનનો લાભ શશીસમ્પરિપ્રદ=શૈલેશીનો સંપરિગ્રહ નવધા મોક્ષપ્રાપ્ત =બાધારહિત એવી મોક્ષની પ્રાપ્તિ સચ= આનું–વૃત્તિસંક્ષયનું, સ્તફળ કીર્તિત કહેવાયું છે. ૨૬ શ્લોકાર્ચ -
અને કેવલજ્ઞાનનો લાભ, શેલેશીનો સંપરિગ્રહ, બાધારહિત એવી મોક્ષની પ્રાતિ, વૃત્તિસંક્ષયનું ફળ કહેવાયું છે. રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org