SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ૮૨ ટીકા - વર્નતિ-સ્પષ્ટ: રદ્દા ટીકાર્થ સ્પષ્ટ - બ્લોકનો અર્થ સ્પષ્ટ છે. li૨૬. ભાવાર્થવૃત્તિસંક્ષચયોગના ફળો - મનોદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ વૃત્તિના સંક્ષયથી કેવલજ્ઞાનનો લાભ થાય છે, કેવલજ્ઞાનના લાભથી શૈલેશી અવસ્થાની પ્રાપ્તિનો સ્વીકાર થાય છે અને શૈલેશી અવસ્થાની પ્રાપ્તિના સ્વીકારથી અનાબાધ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ વૃત્તિસંક્ષયનાં ફળો છે. અહીં વિશેષ એ છે કે મનોદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ વૃત્તિઓના નાશથી કેવલજ્ઞાન થાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિથી જીવ યોગનિરોધ કરે ત્યારે તથાવિધ શરીરદ્રવ્યના સંયોગથી જનિત સ્પંદરૂપ વૃત્તિઓનો નાશ થાય છે અને તેના ફળરૂપે સર્વબાધારહિત મોક્ષની પ્રાપ્તિ થાય છે. વળી નિશ્ચયનયની દૃષ્ટિએ બારમાં ગુણસ્થાનકના અંત સમયે મતિજ્ઞાનના વિકલ્પોરૂપ ઉપયોગનો અંત થાય છે અને બારમા ગુણસ્થાનકના અંત સમયે જ કેવલજ્ઞાન થાય છે, કેમ કે નિશ્ચયનયથી “નયમાન નષ્ટ” એ નિયમ પ્રમાણે બારમાં ગુણસ્થાનકના અંત સમયે નશ્યમાન=નાશ પામી રહેલું એવું, મતિજ્ઞાન નાશ પામ્યું અને મતિજ્ઞાનનો નાશ થતાંની સાથે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ. તેથી વિકલ્પોરૂપ વૃત્તિસંક્ષયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનો લાભ થાય છે, તેમ કહેલ છે. ગરકા અવતરણિકા - મોક્ષની સાથે આત્માને જોડે તેવો આત્મવ્યાપાર યોગ છે, એ પ્રકારના યોગના લક્ષણને સામે રાખીને અધ્યાત્માદિ પાંચ ભેદોનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૧ થી ૨૬ સુધી કર્યું. હવે વૃત્તિરોધને યોગ કહીએ તોપણ અધ્યાત્માદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy