________________
૮૦
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨પ અયોગીકેવલીકાળમાં જાય છે.
અહીં તથાવિધ મનોદ્રવ્ય અને શરીરદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓ છે એમ કહ્યું. ત્યાં તથાવિધ મનોદ્રવ્યસંયોગ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે કેવલીને મનોદ્રવ્યનો સંયોગ છે, છતાં બારમા ગુણસ્થાનક સુધી મનોદ્રવ્ય દ્વારા જે મતિજ્ઞાનના વિકલ્પો થતા હતા, તેવા પ્રકારની મનોદ્રવ્યના સંયોગજનિત વિકલ્પરૂપ વૃત્તિઓ કેવલીને નથી; કેમ કે કેવલીને જ્ઞાન કરવા માટે મનોદ્રવ્યની આવશ્યકતા નથી. આમ છતાં અનુત્તરવાસી આદિ દેવો કેવલીને કોઈ પ્રશ્ન કરે ત્યારે તેના ઉત્તરરૂપે કેવલી મનોદ્રવ્યથી તેનો ઉત્તર આપે ત્યારે અનુત્તરવાસી દેવોના બોધનું કારણ બને તે રીતે મનોદ્રવ્યની રચના કેવલી કરે છે, તોપણ તે મનોદ્રવ્યથી કેવલીને મતિજ્ઞાનના કે શ્રુતજ્ઞાનના વિકલ્પો થતા નથી; અને બારમાં ગુણસ્થાનક સુધીના જીવો જે કાંઈ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી બોધ કરે છે તે મનોદ્રવ્ય દ્વારા કરે છે, તેથી તેમને મતિજ્ઞાનના કે શ્રુતજ્ઞાનના વિકલ્પો થાય છે. તે વિકલ્પો કેવલીને હોતા નથી, તેથી કેવલીને તથાવિધ મનોદ્રવ્યસંયોગજનિત વૃત્તિઓનો રોધ છે.
વળી તથાવિધ શરીરદ્રવ્યસંયોગ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે અયોગીકેવલીને શરીરદ્રવ્યનો સંયોગ છે, તોપણ પૂર્વમાં જે પ્રકારે શરીરદ્રવ્યના સંયોગને કારણે સ્પંદરૂપ વૃત્તિઓ થતી હતી, તે પ્રકારની સ્પંદરૂ૫ વૃત્તિઓ અયોગીકેવલીને થતી નથી. તેથી તે પ્રકારના શરીરદ્રવ્યનો સંયોગ અયોગીકેવલીને નથી, તેથી તથાવિધસંયોગજનિત વૃત્તિઓનો રોધ અયોગીકેવલીને છે.
અહીં વિશેષ એ છે કે જીવમાં મતિજ્ઞાનના અને મોહના વિકલ્પો વર્તે છે અને સાધના દ્વારા જીવમાં સંયમની પરિણતિ પ્રગટે છે ત્યારે સમતા પ્રગટે છે તેથી મોહના વિકલ્પો કાંઈક શાંત થતા જાય છે. દસમાં ગુણસ્થાનક સુધી કાંઈક મોહના વિકલ્પો છે પણ મંદ-મંદતર છે. બારમા ગુણસ્થાનકમાં મોહના વિકલ્પો સર્વથા શાંત થાય છે, પરંતુ તે વખતે મતિજ્ઞાનના વિકલ્પો પ્રવર્તે છે અર્થાત્ મનોદ્રવ્યથી જે મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તે “આ આમ છે”, “આ આમ છે” એમ વિકલ્પો દ્વારા બોધ કરાવે છે; પરંતુ જીવ જ્યારે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે મતિજ્ઞાનના વિકલ્પો વર્તતા નથી. તે વખતે જ્ઞાનમય કેવલ આત્મા હોય છે. તેથી વિકલ્પો વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org