SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૬ અવતરણિકા : દેવ અને પુરુષકારમાંથી જેમાં કુર્ઘદ્રપત્ર હોય તેને નિશ્ચયનયવાદી કારણ સ્વીકારે છે, અને તેની યુક્તિનું વ્યવહારવાદીએ પૂર્વના શ્લોક-૪ની ટીકામાં નિરાકરણ કરીને સ્થાપત કર્યું કે સર્વ કાર્ય પ્રત્યે સામાન્યથી દેવ અને પુરુષકાર કારણ છે. ત્યાં નિશ્ચયવાદી વ્યવહારવાદીને કહે કે “આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રમાણેનો વ્યવહાર લોકમાં પ્રસિદ્ધ છે. માટે લોકની પ્રસિદ્ધિના બળથી પણ જે કુર્વઘ્રપત્વવાળું કારણ હોય તેને જ કારણ સ્વીકારવું જોઈએ. આ પ્રકારના નિશ્ચયવાદીના કથનનું નિરાકરણ કરીને આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રકારની લોકની પ્રસિદ્ધિ કઈ અપેક્ષાએ છે, તે સ્પષ્ટ કરતાં વ્યવહારનયવાદી કહે છે – શ્લોક - अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता । द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ।।६।। અન્વયાર્થ: અનુદન્દ્ર ત્વિમુદતં ચ મુક્યતા=અનુત્કટપણું ગૌણપણું છે અને ઉત્કટપણું મુખ્યતા છેદેવ અને પુરુષકારમાંથી જેમાં અનુત્કટપણું છે તેમાં ગૌણત્વ છે અને જેમાં ઉત્કટપણું છે તેમાં મુખ્યતા છે દ્રયં બંને ગૌહત્વ અને મુખ્યતારૂપ બંને પ્રત્યેનન્યત્વવ્યશનિવામ=પ્રત્યેકજન્યત્વના વ્યપદેશમાં નિયામક છે='આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રકારના પ્રત્યેકથી જવ્યત્વના વ્યવહારમાં કારણ છે. . શ્લોકાર્ચ - અનુત્કટપણું ગૌણપણું છે અને ઉત્કટપણું મુખ્યતા છે. બંને ગૌણત્વ અને મુખ્યતારૂપ બંને, પ્રત્યેક જન્યત્વના વ્યપદેશમાં નિયામક છે="આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે,” એ પ્રકારના પ્રત્યેકથી જન્યત્વના વ્યવહારમાં કારણ છે. III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy