________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ અરણ્યસ્થ દંડમાં જેમ ઘટસાધન–બુદ્ધિ થાય છે, તેમ પર્વતના ધૂમને જોઈને મહાનસ સદશ આ ધૂમ છે, માટે જેમ મહાનસના ધૂમનું કારણ અગ્નિ હતો, તેમ આ ધૂમનું પણ કારણ મહાનસના અગ્નિ સંદશ કોઈક અગ્નિ છે' તેવો નિર્ણય થાય છે. તેથી અગ્નિના કાર્યરૂપ ધૂમને જોઈને પર્વતમાં અગ્નિનું અનુમાન થાય છે. તેથી નિશ્ચયનયના મતમાં કુર્વપત્વને કારણે સ્વીકૃત હોવા છતાં કાર્યલિંગક અનુમાનનો ઉચ્છેદ નથી.
વળી નિશ્ચયનયવાદી ઘટનિષ્પત્તિની પૂર્વે સાદૃશ્યગ્રહથી અરણ્યસ્થ દંડમાં ઘટસાધન–બુદ્ધિ કેમ થાય છે, તે બતાવવા યુક્તિ આપે છે કે “અતજાતીયથી તજ્જાતીયની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે.”
આશય એ છે કે કોઈક દંડથી કોઈક ઘટ થયો, તેવું પ્રત્યક્ષ જોયા પછી જે દંડજાતિથી ઘટ થયો, તેનાથી અન્ય જાતિવાળા પદાર્થથી અદંડજાતિથી ઘટત્વજાતીય કાર્યની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે. માટે ઘટનિષ્પત્તિની પૂર્વે દંડમાં કારણતાનો બોધ નહીં થવા છતાં ઘટકાર્યની સંભાવના તજાતીય દંડથી થાય છે, તેવો નિર્ણય કરીને અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિ થાય છે. તેથી ઘટનો અર્થી ઘટત્વજાતીય કાર્ય પ્રત્યે દંડત્વજાતીયમાં કારણતાની બુદ્ધિ કરીને પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારે નિશ્ચયનયે અરણ્યસ્થ દંડમાં ઘટની કારણતા સ્વીકાર્યા વગર પ્રવૃત્તિની સંગતિ કરીને સ્થાપન કર્યું કે દેવ અને પુરુષકારમાંથી જે દેવ કે પુરુષકાર કુર્વકૂપત્વવાળું હોય તે કારણ છે, અન્ય કારણ નથી, તેમ માનવામાં કોઈ વિરોધ નથી. તેનું નિરાકરણ કરતાં વ્યવહારનયવાદી કહે છે –
ત્યાં પણ વાસનાવિશેષનું બીજપણું હોવાને કારણે વાસનાવિશેષથી જ અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિની ઉપપત્તિ થવાને કારણે કારણરૂપે લોકમાં દૃષ્ટ એવા દંડરૂપ કારણમાં ઘટની કારણતાના વૈફલ્યને સ્વીકારવાનો પ્રસંગ આવશે.
આશય એ છે કે કોઈ સ્થાને કોઈક દંડથી કાર્ય થાય છે ત્યારે જોનારને “આ દંડથી આ કાર્ય થયું એટલો જ માત્ર બોધ થાય છે, પરંતુ કોઈક વિચારકને આ દંડથી આ કાર્ય થયું, તેવા દર્શનથી કોઈક વિશેષ બોધ પણ થાય છે. તેથી તે નિર્ણય કરી શકે છે કે જેમ આ દંડથી આ ઘટરૂપ કાર્ય થયું, તેમ આ ઘટ સદશા કોઈ કાર્ય મારે કરવું હોય તો આ દંડ સદશ અન્ય દંડમાં મારે પ્રવૃત્તિ કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org