SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૫ ઉત્થાન : પૂર્વમાં વ્યવહારનયે સ્થાપન કર્યું કે સર્વ કાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યરૂપે દૈવ અને પુરુષકાર બંને કારણ હાજર છે. હવે પોતાની વાતની પુષ્ટિ કરવા માટે વ્યવહારનય નિશ્ચયનયને કહે છે કે સામાન્યથી દૈવ અને પુરુષકાર બંનેને કારણરૂપે ન સ્વીકારવામાં આવે અને દૈવ અને પુરુષકારમાંથી કુર્વદ્નપત્વરૂપે એકને કારણરૂપે સ્વીકારવામાં આવે તો નિશ્ચયનયને દોષ પ્રાપ્ત થાય છે. તે દોષ બતાવે છે. — ટીકા ઃ यस्तु कुर्वद्रूपत्वेन कारणत्वमिच्छन् सामान्यतः कारणतामेवापलपति, तस्य घटाद्यर्थमरण्यस्थदण्डादी प्रवृत्तिर्दुर्घटा, तस्या घटसाधनताज्ञानाधीनत्वात्, तस्य च घटोपधानात्प्रागसिद्धेः 'सादृश्यग्रहात्प्रागपि तत्र घटसाधनत्वधीः, अत एव न कार्यलिङ्गकोच्छेदः, अतज्जातीयात्तज्जातीयोत्पत्तिसम्भावनाभावादिति' चेन्न, तत्रापि वासनाविशेषस्य बीजत्वे तेनैव प्रवृत्त्याद्युपपत्तौ दृष्टकारणवैफल्यप्रसङ्गात् प्रकृते बाधकाभावाच्चेत्यन्यत्र विस्तरः । । ५ । । ૧૩ ટીકાર્ય ઃ વસ્તુ ..... વિસ્તરઃ ।। વળી કુર્વદ્રપત્વરૂપે કારણપણાને ઇચ્છતો એવો જે પુરુષ=કાર્યને કરતા સ્વરૂપપણારૂપે કારણપણાને ઇચ્છતો એવો નિશ્ચયનયનું અવલંબન કરનાર જે પુરુષ, સામાન્યથી કારણતાનો અપલાપ કરે છે=દૈવ અને પુરુષકાર બંનેમાં સામાન્યથી રહેલ કારણતાનો અપલાપ કરે છે, તેની=નિશ્ચયનયનું અવલંબન કરનાર તે પુરુષની, ઘટાદિ માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ દુર્ઘટ છે; કેમ કે તેનું=ઘટાદિ અર્થે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિનું, ઘટસાધનતા-જ્ઞાન-આધીનપણું છે. અહીં પ્રશ્ન થાય કે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ ઘટસાધનતાના જ્ઞાનને આધીન હોય એટલામાત્રથી ઘટાદિ અર્થે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ દુર્ઘટ છે, તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy