________________ 62 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ભાવાર્થ : ભગવાનના જપથી થતા પ્રત્યક્રચૈત્યનું સ્વરૂપ : ભગવાનની પૂજા અન્યત્ર પુષ્પ, આમિષ, સ્તોત્ર અને પ્રતિપત્તિરૂપ એમ ચાર પ્રકારે ઉત્તરોત્તર અધિક અધિક કહેલ છે, તે પ્રમાણે ભગવાનના ગુણોની મૃતિપૂર્વક પુષ્પપૂજા કરનારને જે ભાવો થાય છે, તેના કરતાં આમિષપૂજામાં વીતરાગતાને અભિમુખ અધિક ભાવ થાય છે, અને આમિષપૂજામાં વીતરાગતાને અભિમુખ જે ભાવ થાય છે, તેના કરતાં સ્તોત્રપૂજામાં વીતરાગતાને અભિમુખ અધિક ભાવ થાય છે. વીતરાગતાને અભિમુખ આ ભાવો જ જાયમાનઃઉત્પન્ન થતું એવું, પ્રત્યક્ચૈતન્ય છે, અને સ્તોત્રપૂજાથી જે પ્રકારનો વીતરાગતાને અભિમુખ ભાવ થાય છે, તેના કરતાં જપથી યોગના અતિશયને કારણે ઘણો અધિક ભાવ થાય છે, તે બતાવવા માટે કહે છે કે, અત્યંતર પરિણામના ઉત્કર્ષને કારણે જપને સ્તોત્રથી કોટિગુણો ચિરંતનાચાર્યો કહે છે. અભ્યતર પરિણામનો ઉત્કર્ષ એટલે બાહ્યવ્યાપારના રોધપૂર્વક જપના વિષયભૂત એવા પરમાત્માને અભિમુખ અંતરંગ પરિણામનો ઉત્કર્ષ સ્તોત્રથી થતા પરિણામ કરતાં મન દ્વારા થતા જાપ દ્વારા અત્યંતર પરિણામનો ઉત્કર્ષ કેમ થાય છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે - વાગ્યોગનીકવચનયોગની, અપેક્ષાએ મનોયોગનું અધિકપણું છે. આનાથી એ ફલિત થાય છે કે, જે યોગીઓ આદ્ય ભૂમિકામાં છે તેઓ ભગવાનની પુષ્પપૂજાથી વિશેષ પ્રકારના ભાવો કરી શકે છે, તેનાથી અધિક સંપન્ન ભૂમિકાવાળા યોગી આમિષપૂજાથી અધિક ભાવો કરી શકે છે, તેનાથી પણ અધિક સંપન્ન ભૂમિકાવાળા યોગીઓ એકાગ્રતાપૂર્વક સ્તોત્રો બોલીને ભગવાનના ગુણોને અભિમુખ જાય છે. આમ છતાં તે યોગીઓ હજુ એટલા સંપન્ન નથી, કે વચનયોગના અવલંબન વગર માત્ર મનોયોગના બળથી વીતરાગભાવને અભિમુખ જઈ શકે તેવા યોગીઓ માટે સ્તોત્રપૂજા ગુણને કરનાર છે, અને જ્યારે સ્તોત્રપૂજા કરી કરીને, યોગી સંપન્ન થાય છે ત્યારે સ્થિર આસનમાં બેસીને, ચિત્તને નાસિકા આદિ ઉચિત સ્થાનમાં સ્થાપન કરીને, હોઠ વગેરે હલાવ્યા વગર અંતર્જલ્પાકારરૂપે જપ દ્વારા વીતરાગના ગુણોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org