________________ ઉ3 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અભિમુખ જઈ શકે છે, ત્યારે સ્તોત્રપૂજા કરતાં તે યોગી અધિક શક્તિ સંચયવાળા છે. આથી જ વચનયોગના અવલંબન વગર મૌનવિશેષથી પરિણામનો ઉત્કર્ષ કરી શકે છે, તેથી તેઓનું ભાયમાનઃઉત્પન્ન થતું એવું પ્રત્યક્ચૈતન્ય સ્તોત્રપૂજાના કાળ કરતાં અધિક વીતરાગભાવને આસન્ન બને છે, આથી સ્તોત્રપૂજા કરતાં જપ કોટિગુણવાળો છે એમ કહ્યું છે. વળી અહીં કહ્યું કે, મૌનવિશેષથી જપ પ્રશસ્ય છે. તેથી એ ફલિત થાય કે માત્ર નવકાર આદિનો જાપ કરે તેટલામાત્રથી તે જાપ પ્રશસ્ય નથી, પરંતુ પાંચે ઇન્દ્રિયોનો સંવર હોય અને જપના વિષયભૂત પરમાત્માના સ્વરૂપમાં જપના વચનો દ્વારા ચિત્ત પ્રવેશ પામતું હોય તેવા મૌનવિશેષથી જાપ પ્રશસ્ય છે. આવા જાપને બુધપુરુષો યોગદૃષ્ટિથી ધ્યાનની વિશ્રામ ભૂમિકા કહે છે, અર્થાત્ કોઈ યોગી મહાત્મા ધ્યાનમાં ચડેલા હોય અને વર્તમાનમાં ધ્યાનમાં ન હોય તેવા યોગી મહાત્માઓ આ રીતે જપ દ્વારા ધ્યાનમાં આરોહણ કરે તેનું સ્થાન આ જાપ છે, આ જાપના બળથી તે યોગી મહાત્મા ફરી ધ્યાનમાં ચડી શકે તેવી ભૂમિકા સર્જન થાય છે. અહીં ટીકામાં યોગદૃષ્ટિનો અર્થ કર્યો કે યોગજ પ્રાતિજજ્ઞાનથી જાપ ધ્યાનની વિશ્રામ ભૂમિકા છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે જે યોગીઓ મૌનવિશેષથી જાપ કરે છે તે વખતે તે જપરૂપ યોગના સેવનથી જીવમાં એવી પ્રતિભાવિશેષ થાય છે કે, જેથી વીતરાગભાવના મર્મને સ્પર્શનારું સૂક્ષ્મ મતિજ્ઞાન ઉલ્લસિત થાય છે જેને શાસ્ત્રીય ભાષામાં યોગ પ્રાતિજજ્ઞાન કહેવાય છે, અને વીતરાગતાના સૂક્ષ્મ સ્વરૂપને જોનાર એવા તે પ્રાતિજજ્ઞાનરૂપ મતિજ્ઞાનના બળથી તે યોગી મહાત્મા ધ્યાનમાં આરોહણ કરીને વિશેષ પ્રકારના પ્રત્યચૈતન્યને આવિર્ભાવ કરવા ઉદ્યમ કરી શકે છે. વિશેષાર્થ : વીતરાગતાના અર્થી જીવો વીતરાગના ધ્યાનના પ્રકર્ષથી વીતરાગતાને પ્રાપ્ત કરે છે, આમ છતાં વીતરાગ પ્રત્યેનો અહોભાવ અતિશય કરવા અર્થે સ્વભૂમિકા અનુસાર પુષ્પાદિ પૂજા આદિ કરે છે, તેમાં તન્મયતા આવે તો ધ્યાન આવી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org