________________
૨૬
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૪ फलभाग भवति, न च कर्मणैवाऽन्यथासिद्धः, एककारकेण कारकान्तरानुपक्षयादिति भावः ।।४।। ટીકાર્ય :
૩યમ્.... ગુરુ, આ=ઈશ્વર, કપિલાદિ પણ ઋષિઓના પરમ=ઉત્કૃષ્ટ, ગુરુ છે.
તકુમ્ – તે=સર્વ પણ ઋષિઓના ઈશ્વર પરમગુરુ છે તે, પાતંજલ યોગસૂત્ર ૧/૨૬માં કહેવાયું છે.
સ પૂર્વેષાપ ..... નવચ્છેદ્રા” કૃતિ “પૂર્વના પણ સર્વનો તે=ઈશ્વર, ગુરુ છે; કેમ કે કાળથી અનવચ્છેદ છેઃકાળથી અનાદિ છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાતિસૂચક છે. તસ્ય ..... માવા તેમની=ઈશ્વરની, ઈચ્છાથી સર્વ જગત યથાકર્મ કર્મનો અતિક્રમ કર્યા વગર=પોતાના કરાયેલા કર્મોનું ઉલ્લંધ્યા વગર, વિવર્ત પામે છે=ઊંચા, નીચા ફળને ભોગવનાર થાય છે. અને કર્મથી જ અન્યથાસિદ્ધ નથી અર્થાત્ જીવો વડે કરાયેલા કૃત્યથી જ કાર્ય થતું હોવાથી ઈશ્વર અન્યથાસિદ્ધ નથી; કેમ કે એક કારક દ્વારા કારકાંતરનો=અન્ય કારકતો, અનુપક્ષય છે. એ પ્રમાણે ભાવ છે. Indu
પિનાકીનામપિ ત્રાવીણમ્ - અહીં પ થી એ કહેવું છે કે અન્ય સંસારી જીવોના તો ઈશ્વર પરમગુરુ છે, પરંતુ કપિલાદિ પણ ઋષિઓના પરમગુરુ છે. ભાવાર્થ :પાતંજલમતાનુસાર ઈશ્વરમાં જગકર્તુત્વની સિદ્ધિ -
પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વરૂપવાળા ઈશ્વર કપિલાદિ ઋષિઓના પણ ઉત્કૃષ્ટ ગુરુ છે; કેમ કે ઈશ્વરના ઉપદેશ અનુસાર સર્વ ઋષિઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. વળી જગતના સર્વ જીવો જે કાંઈ પણ ઊંચું કે નીચું ફળ ભોગવે છે તે સર્વ ઈશ્વરની ઇચ્છાથી થાય છે. ફક્ત ઈશ્વર તે તે જીવોના તે તે કૃત્યોને ઉલ્લંઘીને ફળ આપતા નથી, પરંતુ જે જીવ સારા કૃત્યો કરે છે, તેને સારું ફળ આપે છે અને ખરાબ કૃત્યો કરે છે તેને ખરાબ ફળ આપે છે. તેથી જીવોને પોતાના કૃત્યોનું જે કાંઈ ફળ મળે છે, તે સર્વ ઈશ્વરની ઇચ્છાથી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org