SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ર૫ અને તેવા પરાકાષ્ઠા પ્રાપ્ત ચિત્તધર્મો ઈશ્વરમાં છે, તેથી ઈશ્વરનું ચિત્ત સર્વવિષયવાળું છે, માટે ઈશ્વરમાં સર્વજ્ઞપણાની પ્રસિદ્ધિ છે. III અવતરણિકા : શ્લોક-૧માં કહ્યું કે, પાતંજલ મત પ્રમાણે ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે, તેથી ઈશ્વરનું સ્વરૂપ શું છે તેવી જિજ્ઞાસા થાય, તેથી શ્લોક-૧ના ઉત્તરાર્ધમાં ક્લેશાદિના સ્પર્શ વગરનો ઈશ્વર છે તેમ બતાવ્યું. શ્લોક-૨માં જ્ઞાનાદિ ચાર ઈશ્વરમાં અપ્રતિહત છે તેમ બતાવ્યું, તેથી સર્વ સંસારી જીવો કરતા ઈશ્વર વિશેષ છે તેમ સિદ્ધ થયું. શ્લોક-૩માં ઈશ્વરમાં સર્વજ્ઞપણું કેમ છે તેની સિદ્ધિ કરી. હવે પાતંજલ મત પ્રમાણે ઈશ્વરની ઈચ્છાથી આખું જગત પ્રવર્તે છે તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : ऋषीणां कपिलादीनामप्ययं परमो गुरुः । तदिच्छया जगत्सर्वं यथाकर्म विवर्तते ।।४।। અન્વયાર્થ : =આ=ઈશ્વર, પિતાવીનામપિ પીપ =કપિલાદિ પણ ઋષિઓના પરમ =પરમ ઉત્કૃષ્ટ :=ગુરુ છે. તછિયા તેમની ઇચ્છાથી ઈશ્વરની ઈચ્છાથી સર્વ ન–સર્વ જગત યથાર્મ યથાકર્મ વિવર્તિત વિવર્ત પામે છે અર્થાત્ ઊંચ-નીચ ફળ ભોગવતારું થાય છે. . શ્લોકાર્થ : ઈશ્વર કપિલાદિ પણ ઋષિઓના પરમગુરુ છે. ઈશ્વરની ઈચ્છાથી સર્વ જગત યથાકર્મ વિવર્ત પામે છે. [૪ ટીકા : ऋषीणामिति-अयम् ईश्वरः, कपिलादीनामपि ऋषीणां परमः=उत्कृष्टो, ગુરઃ તદુ- “સ પૂર્વેષામપિ ગુરુ વાલ્તના નવચ્છ” [૨-ર૬] રૂત્તિ 1 તસ્વईश्वरस्य, इच्छया सर्वं जगत् यथाकर्म-कर्मानतिक्रम्य, विवर्तते उच्चावच्च Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy