________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩
પણાની સિદ્ધિ છે, પરંતુ અક્ષપ્રણાલિકાથી=ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત એવો=ઉપતીત એવો સાત્ત્વિક પરિણામ ઈશ્વરમાં નથી એ હેતુથી એમના ચિત્તનું=ઈશ્વરના ચિત્તનું, સર્વવિષયપણું હોવાથી સર્વજ્ઞતાની સ્થિતિ=ઈશ્વરમાં સર્વજ્ઞપણાની પ્રસિદ્ધિ, છે.
૨૪
તવુ મ્ – તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે પાતંજલયોગસૂત્ર ૧/૨૫માં કહેવાયું છે.
“તંત્ર સર્વજ્ઞવીન” ।। “ત્યાં=ઈશ્વરમાં નિરતિશય–નિરતિશય એવો સાત્ત્વિક પરિણામ, સર્વજ્ઞનું બીજ છે.” ।।૩।।
* જ્ઞાનાવીનાવિ વિત્તધર્માળાં - અહીં વિથી એ કહેવું છે કે અન્ય દ્રવ્યના તો સાતિશય ધર્મો તારતમ્યથી પરિદૃશ્યમાન છે, પરંતુ જ્ઞાનાદિ પણ ચિત્તધર્મો તારતમ્યથી પરિદશ્યમાન છે.
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર ઈશ્વરમાં સર્વજ્ઞપણાની પ્રસિદ્ધિ :
શ્લોક-૨ની ટીકામાં કહ્યું કે, ઈશ્વરમાં કેવલ જ સાત્ત્વિક પરિણામ ભોગ્યપણારૂપે વ્યવસ્થિત છે અને આ સાત્ત્વિક પરિણામ બોધનું કારણ છે. વળી, સંસારી જીવોને સાત્ત્વિક પરિણામથી થતો બોધ ઇન્દ્રિયો દ્વારા થાય છે, તેથી સંસારી જીવોને બોધની તરતમતા દેખાય છે, પણ બોધની પરાકાષ્ઠા દેખાતી નથી. અને ઈશ્વરને ઇન્દ્રિયો દ્વારા બોધ નથી, તેથી ઈશ્વરમાં વર્તતો સાત્ત્વિક પરિણામ પરાકાષ્ઠાને પામેલો છે.
કેમ ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ પરાકાષ્ઠાને પામેલો છે તે બતાવીને તેના દ્વારા ઈશ્વરમાં સર્વજ્ઞત્વની સિદ્ધિ કરે છે
જેમ – પરમાણુમાં અલ્પપરિણામ પરાકાષ્ઠાને પામેલો છે અને આકાશમાં મહત્પરિણામ પરાકાષ્ઠાને પામેલો છે, તેથી જે તરતમતાવાળા સાતિશય ધર્મો હોય છે તે કોઈક ઠેકાણે અલ્પપણારૂપે પરાકાષ્ઠાને પામેલા દેખાય છે અને કોઈક ઠેકાણે મહત્પરિણામરૂપે પરાકાષ્ઠા પ્રાપ્ત દેખાય છે.
તેમ – સંસારી જીવોમાં જ્ઞાનાદિ ચિત્તધર્મો તરતમપણાથી દેખાય છે, તેથી તેવા જ્ઞાનાદિ ચિત્તધર્મો પરાકાષ્ઠા પ્રાપ્ત હોવા જોઈએ, તેવું અનુમાન થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org