________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના
પાતંજલમતવાળા એકાંતે ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે તેમ કહે છે. તે મત બતાવીને એકાંતે તે વચન યુક્ત નથી. તે સ્પષ્ટ કરવા માટે પ્રથમ પાતંજલમતનો ગ્રંથકારશ્રીએ ઉપન્યાસ કરેલ છે.
પાતંજલો ત્રણે કાળમાં ક્લેશાદિના સ્પર્શ વગરનો પુરુષવિશેષ ઈશ્વર છે તેમ સ્વીકારે છે. તેમ કહીને પાતંજલમતાનુસાર ઈશ્વરનું સ્વરૂપ, કર્માશયનું સ્વરૂપ, વિપાકાશયનું સ્વરૂપ, જાતિ, આયુષ્ય અને ભોગનું સ્વરૂપ, ચિત્તનું સ્વરૂપ, કર્ભાશયથી વિપાકને અનુરૂપ વાસનાઓની અભિવ્યક્તિ બતાવીને કર્મવાસનાનું સ્વરૂપ શ્લોક-૧માં બતાવેલ છે.
પાતંજલમતાનુસાર ઈશ્વરમાં અપ્રતિઘ અને સહજસિદ્ધ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મનું સ્વરૂપ શ્લોક-૨માં બતાવેલ છે.
પાતંજલમતાનુસાર ઈશ્વરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ અને જગત્કર્તુત્વની સિદ્ધિ અનુક્રમે શ્લોક-૩/૪માં બતાવેલ છે.
આ રીતે શ્લોક-૧થી ૪માં પાતંજલમતાનુસાર ઈશ્વરનું સ્વરૂપ બતાવીને સ્થાપન કર્યું કે ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે, તે પાતંજલમતને દૂષિત કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા શ્લોક-પ/કમાં જણાવે છે કે ઈશ્વરથી અનુગ્રહ પામવા યોગ્ય એવા યોગીના આત્મામાં અનુગ્રાહ્યસ્વભાવ માન્યા વગર ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિની સંગતિ થઈ શકતી નથી. અને તે દોષના નિવારણ માટે પાતંજલદર્શનકાર ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ અને સંસારી જીવોનો અનુગ્રાહ્યસ્વભાવ સ્વીકારે તો ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે એ તેઓનું કથન સંગત થાય, પરંતુ તેમ સ્વીકારવાથી આત્મા પરિણામી સિદ્ધ થાય, તેથી પાતંજલમત પ્રમાણે આત્માના ફૂટસ્થપણાની હાનિ પ્રાપ્ત થાય. વળી ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ પરાકાષ્ઠાનો છે, તેના બળથી જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ પાતંજલદર્શનકાર કરે છે તે પણ યુક્ત નથી; કેમ કે જ્ઞાનાદિ ધર્મોનો અતિઉત્કર્ષ અજ્ઞાનાદિમાં અતિપ્રસંજક છે. વળી, આત્માને પરિણામી સ્વીકાર્યા વગર જગત્કર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ થઈ શકતી નથી અને ઈશ્વરને જગત્કર્તા સ્વીકારવા ઉચિત નથી. તેની યુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org