________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના બતાવતાં કહે છે કે ઈશ્વરને જગતને કરવાનું કોઈ પ્રયોજન નથી, માટે ઈશ્વર જગતનો કર્તા નથી. અને ઈશ્વરને જગત્કર્તા સ્વીકારવા માટે રાજમાર્તડવૃત્તિકાર ભોજ દેવ કહે છે કે ઈશ્વર પરમ કરૂણાવાળા હોવાથી જગતનો અનુગ્રહ કરવો એ ઈશ્વરનું પ્રયોજન છે, તેથી ઈશ્વર જગતને કરે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ભોજન વચન પ્રમાણે ઈશ્વર જગતના જીવોના અનુગ્રહ માટે જગતને કરતાં હોય તો સર્વ જીવોનું ઇષ્ટ જ સંપાદન કરે, તેથી જગતના જીવોના અનુગ્રહ માટે ઈશ્વરને જગતના કર્તા માનવા ઉચિત નથી. આ રીતે ઈશ્વરના અનુગ્રહવિષયક ગ્રંથકારશ્રીએ શ્લોક૧થી ૪ સુધી પાતંજલમત બતાવ્યો અને શ્લોક-પ-૩માં તે મત સંગત નથી તેમ સ્થાપન કર્યું.
હવે આત્માને પરિણામી સ્વીકારીએ તો ઈશ્વરનો અનુગ્રહ આત્મામાં કઈ રીતે સંગત થાય, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે કેવલ ઈશ્વરના આજ્ઞાપાલનસ્વરૂપ અર્થપ્રાપ્ત વ્યવહારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ સ્વસિદ્ધાંતની નીતિથી સંગત થાય છે. અને આ રીતે અર્થ પ્રાપ્ત વ્યાપારથી ઈશ્વરના અનુગ્રહનો સ્વીકાર કરવાથી ઓંકાર દ્વારા ઈશ્વરના જપથી પ્રયૂહનો સંક્ષય થાય છે અને પ્રત્યચૈતન્યનો લાભ થાય છે એ પ્રમાણે પતંજલિઋષિથી યુક્ત કહેવાયું છે. એમ શ્લોક-૭૮માં બતાવ્યું છે.
પ્રણવના ઓંકારના જાપથી વિઘ્નોનો નાશ થાય છે એ પ્રમાણે કહ્યું, તેથી હવે પાતંજલમતાનુસાર યોગમાર્ગમાં વિઘ્નરૂપ નવ પ્રકારના પ્રયૂહોનું વિઘ્નોનું, સ્વરૂપ શ્લોક-૯થી ૧રમાં બતાવેલ છે. તે પ્રત્યુહો=વિનો, આ પ્રમાણે છે –
(૧) વ્યાધિ, (૨) જડતા, (૩) પ્રમાદ, (૪) આલસ્ય, (૫) વિભ્રમ, (૯) સંદેહ, (૭) અવિરતિ, (૮) ભૂમિનો અલાભ અને (૯) યોગમાર્ગમાં અનવસ્થિતિ.
આ વિબો જપથી કઈ રીતે નાશ પામે છે, તેનું સ્વરૂપ શ્લોક-૧૩માં બતાવેલ છે.
ઈશ્વરના જપથી પ્રત્યચૈતન્યનો લાભ થાય છે એ પ્રમાણે પતંજલિઋષિએ કહ્યું તે ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજને પોતાને કઈ રીતે સંમત છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org