________________
૭૬
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૨૨-૨૩-૨૪ આશય એ છે કે પદ્મનાભે કરેલા લક્ષણ પ્રમાણે કોઈ બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકારે ત્યારપછી જ્યાં સુધી અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના વિરહ સમાનકાલીન વેદઅપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ હોય ત્યાં સુધી, તે બ્રાહ્મણ શિષ્ટ કહેવાય, એમ સ્થાપન થયું. પરંતુ આ લક્ષણમાં જો “સામાનાધિકરણ્ય'નો નિવેશ ન કરવામાં આવે તો કોઈ બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકારતો હોય, અને તેનામાં અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના અભાવ સમાનકાલીન વેદઅપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ હોય, તોપણ તે બ્રાહ્મણથી અન્ય કોઈ પુરુષને ગ્રહણ કરીને વિચાર કરવામાં આવે કે “આ પુરુષ પૂર્વમાં કાગડો થયેલો, અને તે કાગડાના શરીરના સંબંધના પ્રાગભાવનો નાશ અત્યારે તે પુરુષમાં વિદ્યમાન છે, તે કાગડાના શરીરના સંબંધના પ્રાગભાવના નાશને ગ્રહણ કરીને કહેવામાં આવે કે વ્યધિકરણ ધર્માવચ્છિન્ન કાગડાના શરીરના સંબંધના પ્રાગભાવનો નાશ પ્રસ્તુત બ્રાહ્મણમાં વિદ્યમાન છે, તેથી પ્રસ્તુત બ્રાહ્મણમાં અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધનો પ્રાગભાવ નથી, પરંતુ પ્રાગભાવનો નાશ છે, માટે પ્રસ્તુત બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જશે નહીં.
આ પ્રકારે વ્યધિકરણ ધર્માવચ્છિન્ન પ્રાગભાવના નાશને ગ્રહણ કરીને પદ્મનાભને અવ્યાપ્તિદોષ આપી શકાય. તેના નિવારણ માટે પદ્મનાભે કહેવું જોઈએ કે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના પ્રાગભાવનો નાશ સામાનાધિકરણ્ય સંબંધથી ગ્રહણ કરવાનો છે, પરંતુ વ્યધિકરણ સંબંધથી ગ્રહણ કરવાનો નથી.” આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ પદ્મનાભ કરે તો શિષ્ટ એવા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ દોષ આવે નહીં. ર૨-૨૩ અવતરણિકા :
શ્લોક-૧૭ થી ૨૩ સુધી પદ્મનાભ નામના વિદ્વાને શિષ્ટતા લક્ષણનો પરિષ્કાર કર્યો. હવે તે લક્ષણ પણ દોષવાળું છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । प्रामाण्योपगमात्तन्न प्राक् तत्रेति न सेति चेत् ।।२४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org