________________
૭૪
સમ્યગ્દચ્છિાસિંચિકા/શ્લોક-૨૨-૨૩ આદિ પશુભવમાં જવાનો હોય, અને તે બ્રાહ્મણ જેટલા પણ પશુના ભવમાં જવાનો હોય તે સર્વ પશુના ભવના શરીરના સંબંધનો વિરહ બ્રાહ્મણના ભવમાં છે. તેથી બ્રાહ્મણના ભવમાંથી તે બ્રાહ્મણ જે જે પશુ, કાગડા આદિ પશુભવમાં જવાનો છે, તે સર્વ પશુદેહનો પ્રાગભાવ બ્રાહ્મણના વર્તમાન ભવમાં છે; અને તેટલા કાળ સુધી જ=જે પશુભવમાં જવાનો છે તે પશુભાવના પ્રાગભાવના સમાનકાલીન જ, વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ હોય તે શિષ્ટપણું છે. તેથી કોઈ બ્રાહ્મણ કાગડાના ભાવમાં જાય અને ઉત્તરમાં બીજા ભવના શરીરનો અગ્રહ હોય ત્યારે, વેદઅપ્રામાયના સ્વીકારનો વિરહ હોવા છતાં બ્રાહ્મણના ભવમાં સ્વીકારેલ વેદપ્રામાણ્યસ્વીકારને આશ્રયીને આ શિષ્ટનું લક્ષણ, તે કાગડાના મરણ પછીની અન્ય શરીરની અગ્રહદશામાં જશે નહીં, કેમ કે ત્યારે કાકદેહનો પ્રાગભાવ નથી, પરંતુ બ્રાહ્મણના ભાવમાં જ કાકદેહનો પ્રાગભાવ છે અને વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ પણ છે. માટે તે બ્રાહ્મણ બ્રાહ્મણના ભાવમાં શિષ્ટ થશે, પરંતુ અન્ય પશુભવમાં ગયેલા તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિવાળું થશે નહીં.
આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવાથી એ ફલિત થયું કે કોઈ બ્રાહ્મણ મરીને બીજા ભવમાં બૌદ્ધ થયો, અને જ્યાં સુધી બૌદ્ધધર્મની વાસનાથી “વેદઅપ્રમાણ છે એ પ્રમાણે તે બૌદ્ધ સ્વીકારે નહીં, ત્યાં સુધી તે બ્રાહ્મણનો જીવ બૌદ્ધરૂપે રહેલો છે, આમ છતાં શિષ્ટ છે; કેમ કે ઉપરોક્ત શિષ્ટનું લક્ષણ તેમાં ઘટે છે; અને કોઈક બૌદ્ધ મરીને બ્રાહ્મણ થયો, આમ છતાં જ્યાં સુધી “વેદશાસ્ત્રો પ્રમાણ છે' એ પ્રમાણે તેના દ્વારા સ્વીકાર ન થયો, ત્યાં સુધી તે અશિષ્ટ જ છે.
પૂર્વમાં કરાયેલા શિષ્ટના લક્ષણથી આ પ્રકારનું ફલિત થાય છે, એમ પદ્મનાભ નામના વિદ્વાન કહે છે. ઉત્થાન :
પદ્મનાભ નામના વિદ્વાને શ્લોક-૧૭ થી ૨૩ સુધી શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરીને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ આદિ દોષોનું નિરાકરણ કર્યું. તેમના વડે કરાયેલા નિકૃષ્ટ લક્ષણમાં શું અધૂરાશ છે, તે સ્પષ્ટ કરવા અર્થે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org