________________
૭૩
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૨-૨૩
કાકદેહનો પ્રાગભાવ વેદપ્રામાણ્ય અભ્યપગમ સમાનકાલીન છે અને ત્યારે કાગડાના મરણ પછીના અવ્ય શરીરની અગ્રહદશામાં, નથી કાગડાના દેહનો પ્રાગભાવ નથી. એથી અતિવ્યાપ્તિ નથી-શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
શ્લોક-૨૨-૨૩ દ્વારા કરાયેલા શિષ્ટના સ્વરૂપનો આકાર કેવો પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
અને આ રીતે=પૂર્વમાં શિષ્ટતું લક્ષણ કર્યું એ રીતે, જેટલા કાળ સુધી વેદત્યેની વેદના અપ્રામાથના સ્વીકારનો વિરહ, વેદપ્રામાણ્ય સ્વીકાર સમકાલીન જેટલા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર સંબંધના અભાવનો સમકાલીન છે, તેટલા કાળ સુધી તે શિષ્ટ છે.
આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવાથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરે છે – બ્રાહ્મણ પણ બૌદ્ધ થયો=બ્રાહ્મણ મરીને બીજા ભવમાં બૌદ્ધ થયો. જ્યાં સુધી તે બૌદ્ધ વેદને અપ્રમાણ સ્વીકાર કરનારો ન થયો બોદ્ધરૂપે થયેલો બ્રાહ્મણ વેદને જયાં સુધી અપ્રમાણ સ્વીકારનાર ન થયો, ત્યાં સુધી શિષ્ટ જ છે ત્યાં સુધી તે બોદ્ધ શિષ્ટ જ છે. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયો. જ્યાં સુધી વેદપ્રામાણ્યઅંગીકાર કરનારો ન થયો બ્રાહ્મણ થયેલો બૌદ્ધ જ્યાં સુધી વેદને પ્રમાણ તરીકે સ્વીકારવાર ન થયો, ત્યાં સુધી અશિષ્ટ જ છે ત્યાં સુધી તે બ્રાહ્મણ અશિષ્ટ જ છે, એ પ્રકારના ફલિતને પદ્મનાભ કહે છેઃ વેદપ્રામાણ્યમંતૃત્વરૂપ શિષ્ટતા લક્ષણનું શ્લોક-૧૭ થી ૨૩ સુધી વર્ણન કર્યું. તેનાથી આ પ્રકારના ફલિતને પદ્મનાભ કહે છે. ભાવાર્થ
પૂર્વશ્લોકમાં શિષ્ટના લક્ષણમાં આવેલ અતિવ્યાપ્તિના નિવારણ માટે પદ્મનાભ નામના વિદ્વાને શ્લોક-૨૨-૨૩ દ્વારા શિષ્ટનું અંતિમ લક્ષણ કરે છે, જેથી અતિવ્યાપ્તિદોષનો પરિહાર થાય છે. તે લક્ષણ આ પ્રમાણે છે –
કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણના ભવમાં વેદોને પ્રમાણરૂપે સ્વીકારે અને કોઈક કાગડા આદિ પશુભાવના કારણભૂત પાપના કારણે તે બ્રાહ્મણ મરીને કાગડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org