________________
૭૦
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨-૨૩ ટીકાર્ય :
સારહિતત્વ રહિયાત્ ા અને દેહાંતર અગ્રહદશાને આશ્રયીને= શરીરાત્તરની અનુપાદાન અવસ્થાને આશ્રયીને, તેનું=બ્રાહ્મણ ભવની પછી પ્રાપ્ત થયેલા કાગડાના ભવવાળા તેનું, કાગડાના ભવના ઉત્તરવાળું અવ્ય અંગરહિતપણું=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર રહિતપણું, અતિપ્રસક્તિવાળું છે=અતિવ્યાપ્ત છે; કેમ કે ત્યારે=કાગડાના ભવમાંથી ચ્યવીને ઉતરતા ભવતા શરીની પ્રાપ્તિ કરી નથી ત્યારે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરહિતપણું છે. ૨૧TI ભાવાર્થ
શ્લોક-૨૦માં શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કર્યો કે “ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક, શરીર હોતે છતે, વેદપ્રામાણ્યનો સ્વીકાર હોતે છતે, વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર' શિષ્ટનું લક્ષણ છે. આ લક્ષણ શિષ્ટ એવા ઈશ્વરમાં અવ્યાપ્ત થતું હતું, તેના નિવારણ માટે “ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરને વિશેષણરૂપે રાખવાને બદલે અન્યઅંગરહિતપણું =અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરરહિતપણું, વિશેષણ મૂકવામાં આવે તો, ઈશ્વરમાં આવતા અવ્યાપ્તિદોષનો પરિહાર થાય; પરંતુ કોઈ બ્રાહ્મણ મરીને કાગડો થયો હોય અને કાગડાના ભાવથી અવીને બીજા ભવમાં જતો હોય અને બીજા ભવનું નવું શરીર જ્યાં સુધી ગ્રહણ ન કર્યું હોય, ત્યારે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરરહિત છે, તેથી અન્યઅંગરહિતપણું તેમાં સંગત થાય છે. તેથી તે બ્રાહ્મણ મરીને કાગડો થયો હોય અને બીજા ભવમાં જતો હોય અને તે બીજા ભવનું શરીર પ્રાપ્ત ન કર્યું હોય, ત્યારે તે બ્રાહ્મણના જીવમાં શિષ્ટનું લક્ષણ જશે. તેથી તે શિષ્ટ નહીં હોવા છતાં તેને શિષ્ટ માનવાનો અતિપ્રસંગ આવે. રિવા અવતરણિકા:
ઈશ્વરમાં પ્રાપ્ત થતી શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિના નિવારણ માટે શ્લોક-૨૧માં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સ્થાને “અત્યઅંગરહિતપણું' વિશેષણ મૂકી શિષ્ટતા લક્ષણમાં પરિષ્કાર કર્યો. પરંતુ તે લક્ષણ પણ બ્રાહ્મણ કાગડાના ભવને પામ્યા પછી ફરી બીજા ભવમાં જતો હોય અને નવા દેહની પ્રાપ્તિ ન કરી હોય તેવી અવસ્થામાં તે બ્રાહ્મણના જીવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org