________________
૬૮
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧
અને ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશમાં=ભવાનીપતિમાં=ઈશ્વરમાં, વ્યાપ્ત થતું નથી, અને તે રીતે=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરમાં વ્યાપ્ત થતું નથી તે રીતે, કાકમાં=કાગડાના ભવમાં રહેલા બ્રાહ્મણમાં, અતિવ્યાપ્તિ નિવારણ માટે ‘ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરવાનપણું હોતે છતે' એ પ્રકારે વિશેષણ આપવા છતાં=શિષ્ટતા લક્ષણમાં વિશેષણ આપવા છતાં, ઈશ્વરમાં અવ્યાપ્તિ છે, એ પ્રકારનો અર્થ છે. ||૨૦||
ભાવાર્થ:
પૂર્વના શ્લોકમાં પદ્મનાભે શિષ્ટના લક્ષણમાં આવતા દોષોનો પરિહાર કરીને લક્ષણ કર્યું કે ‘સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ હોતે છતે સ્વારસિક વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી બ્રાહ્મણ શિષ્ટ છે.' આ લક્ષણ પ્રમાણે કોઈ બ્રાહ્મણ કાગડાના જન્મના કારણીભૂત પાપને કારણે કાગડાના ભવને પામે ત્યારે પણ શિષ્ટનું લક્ષણ તેમાં જશે; કેમ કે બ્રાહ્મણના ભવમાં તેણે વેદપ્રામાણ્યનો સ્વારસિક સ્વીકાર કરેલ, અને કાગડાના ભવમાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરેલ નથી, તેથી તે કાગડાને શિષ્ટ માનવાનો પ્રસંગ આવશે. તેથી શિષ્ટનું લક્ષણ કાગડાના ભવને પામેલ બ્રાહ્મણમાં અતિવ્યાપ્ત થશે.
આ અતિવ્યાપ્તિના નિવારણ માટે લક્ષણમાં પરિષ્કાર કરવામાં આવે કે ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર હોતે છતે, સ્વારસિક વેદપ્રામાણ્યમન્ત્ત્વ હોતે છતે ‘વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર' શિષ્ટનું લક્ષણ છે.’
આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવાથી ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષ આવે છે; કેમ કે ઈશ્વર શ૨ી૨૨હિત પણ છે અને શિષ્ટ પણ છે. તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરમાં નહીં હોવાને કારણે શિષ્ટનું લક્ષણ ઈશ્વરમાં અવ્યાપ્ત થાય છે. ૨૦ના
અવતરણિકા :
પૂર્વે શ્લોક-૧૭-૧૮માં પદ્મનાભ નામના વિદ્વાને શિષ્ટતા લક્ષણનો પરિષ્કાર કર્યો ત્યાં કાગડાના ભવમાં રહેલા બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિ દોષ આવ્યો. તેના માટે પદ્મનાભ નામના વિદ્વાને શ્લોક-૨૦માં શિષ્ટતા લક્ષણમાં ફરી પરિષ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org