________________
૬૬
સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા/બ્લોક-૧૮-૧૯-૨૦ શિષ્ટનું લક્ષણ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો નિદ્રાવસ્થામાં હોય ત્યારે વ્યક્તરૂપે જિનવચન પ્રામાણ્યમંતૃત્વ દેખાતું નથી કે તેને અનુસારહિતમાં પ્રવૃત્તિ કે અહિતથી નિવૃત્તિ પણ દેખાતી નથી, તોપણ રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થયેલો હોવાથી જિનવચનને પ્રમાણ સ્વીકારે તેવી નિર્મલ બુદ્ધિ વિદ્યમાન છે, પરંતુ તેનાથી વિપરીત બુદ્ધિ થઈ નથી, તેથી નિદ્રા અવસ્થામાં સમ્યગ્દષ્ટિશિષ્ટ છે; અને કોઈ નિમિત્તને પામીને સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તો સ્થૂલથી જિનવચનના પ્રામાણ્યનો સ્વીકાર હોય તોપણ તત્ત્વથી જિનવચનથી વિપરીત રુચિ વર્તે છે, તેથી સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા એવા સમ્યગ્દષ્ટિમાં શિષ્યત્વ નથી, એમ જૈનદર્શન સ્વીકારે છે; અને ક્વચિત્ કોઈક પાપકર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિ જીવ નરકમાં જાય કે તિર્યંચમાં જાય, આમ છતાં સમ્યકત્વથી ભ્રષ્ટ ન થાય તો, જિનવચનના પ્રામાણ્યના સ્વીકારને અનુકૂળ થયેલી નિર્મળતા વિદ્યમાન હોવાને કારણે તિર્યંચાદિ ભાવોમાં કે ગર્ભાવસ્થામાં કે મૂછિત અવસ્થાવાળા સમ્યગ્દષ્ટિમાં શિષ્ટપણું છે; કેમ કે શિષ્ટ એવા સર્વજ્ઞના વચન અનુસાર હિતમાં પ્રવૃત્તિ કરાવે અને અહિતથી નિવૃત્તિ કરાવે તેવી અતિશય નિર્મળતા વર્તે છે. આથી ગ્રંથિનો ભેદ કર્યો છે એવા સમ્યગ્દષ્ટિ જીવો જિનવચનને પ્રમાણ સ્વીકારીને સ્વશક્તિ અનુસાર હિતની પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરવા સદા ઉદ્યમ કરે છે. માટે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે. I૧૮-૧૯I અવતરણિકા -
અત્યાર સુધી પદ્મનાભે કરેલા શિષ્ટના લક્ષણના પરિષ્કારમાં કઈ રીતે દોષ આવે છે, તે પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક :
ब्राह्मण: पातकात्प्राप्तः काकभावं तदापि हि ।
व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः ।।२०।। અન્વયાર્થ :
ગ્રાહE=બ્રાહ્મણ પાતા=પાતકથી-કાગડાના જન્મના કારણભૂત એવા પાપથી માવં પ્રાપ્ત =કાકભાવને પામ્યો=કાગડો બન્યો તલપ હિં ત્યારે પણ ત્યારે પણ શિષ્ટનું લક્ષણ કાગડારૂપે થયેલ તે બ્રાહ્મણમાં જશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org