________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે; કેમ કે તે બ્રાહ્મણે વેદનો અપ્રમાણરૂપે સ્વીકાર કર્યો છે. વસ્તુતઃ તે બ્રાહ્મણને વેદમાં પ્રામાણ્યની બુદ્ધિ છે, તેથી તે શિષ્ટ છે. આમ છતાં “આ વેદવચન છે' એવું જ્ઞાન નહીં હોવાને કારણે “આ વચન અપ્રમાણ છે' એમ તે બ્રાહ્મણે કહેલ છે; અને નિદ્રા અવસ્થામાં અતિવ્યાપ્તિના નિવારણ માટે શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કર્યો કે “જ્યાં સુધી વેદને અપ્રમાણ ન સ્વીકારે ત્યાં સુધી તે શિષ્ટ છે એ નિયમ પ્રમાણે, શિષ્ટ એવા બ્રાહ્મણમાં તે લક્ષણ અવ્યાપ્ત થયુંકેમ કે “આ વેદવચન છે' એવા જ્ઞાનાભાવના કારણે તેણે વેદને અપ્રમાણ સ્વીકારેલ છે.
ઉપર્યુક્ત આપત્તિના નિવારણ માટે પદ્મનાભ કહે કે “વેદ–ન' વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ હોય તો તે શિષ્ટ નથી, એવી અમારી વિવેક્ષા છે, પરંતુ “áત્વથી વેદના વચનને અપ્રમાણ સ્વીકારનાર શિષ્ટ નથી, એવી અમારી વિવક્ષા નથી; અને જે બ્રાહ્મણને પ્રતિવાદી દ્વારા કહેવાયેલા વચનમાં આ વેદવચન છે' તેવું જ્ઞાન નથી, તેના કારણે તે વેદવચનને તે બ્રાહ્મણ અપ્રમાણ કહે છે, પરંતુ “આ વેદવચન છે” એમ જાણીને તેને અપ્રમાણ કહેતો નથી, તેથી તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ નથી; તેને પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે કે તોપણ આ લક્ષણમાં દોષ છે. તે દોષ કઈ રીતે છે? તે શ્લોક-૨૦માં બતાવે છે.
અહીં વિશેષ એ છે કે (૧) બ્રાહ્મણો “વેદપ્રામાણ્યમનૃત્વ' શિષ્ટનું લક્ષણ કહે છે તેમ જૈનો પણ ‘જિનવચન પ્રામાણ્યમંતૃત્વ” શિષ્ટનું લક્ષણ કહે છે. (૨) જેમ બ્રાહ્મણ તાડિત બૌદ્ધમાં આવતી શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના નિવારણ માટે બ્રાહ્મણો શિષ્ટના લક્ષણમાં “સ્વારસિક' વિશેષણ મૂકે છે, તેમ બલાભિયોગથી કે લોકોને બતાવવા માટે કે ધર્માની ખ્યાતિ આદિના લોભાદિથી, જિનવચનને પ્રમાણ સ્વીકારતા હોય તેવા જીવોમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે જૈનોને પણ શિષ્ટના લક્ષણમાં “સ્વારસિક” વિશેષણ અભિપ્રેત છે.
ફક્ત એ વિશેષ છે કે જે જીવોએ તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વને જાણવા માટે મધ્યસ્થતાથી યત્ન કર્યો છે અને તેના કારણે અતત્ત્વ પ્રત્યેના રાગરૂપ ગ્રંથિનો ભેદ કર્યો છે, અને તેના કારણે જે જીવોને “આ જિનવચન જ એકાંત પ્રમાણ છે” તેવી સ્થિર બુદ્ધિ થઈ છે, તેઓમાં વર્તતું “સ્વારસિક જિનવચન પ્રામાણ્યમંતૃત્વ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org