________________
૬૨
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકાશ્લોક-૧૮–૧૯ બ્રાહ્મણોએ વેદના લક્ષણમાં પરિષ્કાર કર્યો કે “વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી શિષ્ટપણું છે' માટે શયનાદિ દશાવાળા બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે નહીં. ત્યાં કોઈ બૌદ્ધ બ્રાહ્મણને તાડન કરીને કહે કે “વેદોને તું અપ્રમાણરૂપે સ્વીકાર' તો બૌદ્ધના તાડનના ભયથી બ્રાહ્મણ વેદના અપ્રામાણ્યને સ્વીકારે તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જશે નહીં. તેથી શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણમાં અવ્યાપ્ત થશે. તેના નિવારણ માટે બ્રાહ્મણો કહે છે –
અપ્રામાણ્ય સ્વીકારનું પણ સ્વારસિક ગ્રહણ હોવાથી બૌદ્ધ વડે તાડન કરાયેલા વેદ અપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણમાં અવ્યાપ્તિ નથી શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી, એ પ્રકારનો ભાવ છે.
પૂર્વમાં કહ્યું કે શયનાદિ દશામાં બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી, માટે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ નથી. ત્યાં વેદના અપ્રામાણ્યના અસ્વીકારનો અર્થ એ થાય કે વેદમાં અપ્રમાણ્યકરણત્વનો અસ્વીકાર કર્યો છે; પરંતુ કોઈક બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી કોઈક નિમિત્તને પામીને વેદમાં પ્રમાકરણત્વના અભાવને સ્વીકારે અર્થાત્ “વેદમાં પ્રમાકરણત્વ નથી” તેમ સ્વીકારે, તે બ્રાહ્મણ શિષ્ટ નથી, તોપણ તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જશે; કેમ કે તે બ્રાહ્મણે પૂર્વમાં વેદપ્રામાણ્ય સ્વીકારેલું, અને વેદમાં અપ્રમાણૂકરણત્વનો
સ્વીકાર કર્યો નથી, પરંતુ પ્રમાકરણત્વનો અભાવ સ્વીકાર્યો છે. માટે તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થશે. તે પ્રકારના દોષના નિવારણ માટે બ્રાહ્મણો કહે છે –
અને અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વનો અભાવ એ બંનેનું પણ પ્રામાણ્ય વિરોધીપણું હોવાને કારણે સંગ્રહ થતો હોવાથી વેદના અપ્રામાણ્યના સ્વીકારથી સંગ્રહ થતો હોવાથી, એકનો અગ્રહ હોતે છતે= અપ્રમાકરણત્વ કે પ્રમાકરણત્વનો અભાવ એ બંનેમાંથી એકનો અગ્રહ હોતે છતે, અત્યનો સ્વીકાર કરનારા બ્રાહ્મણમાં શિષ્ટતા લક્ષણની અતિવ્યાપ્તિ નથી. સત્ર=અહીં આ રીતે બ્રાહ્મણોએ શિષ્ટના લક્ષણમાં આવતા અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષનો પરિહાર કર્યો, એમાં બટાદ તિ વેન્ટ શિષ્ટતા લક્ષણમાં દોષ બતાવનાર પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી બ્રાહ્મણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org