________________
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૧૭
પ૯ (૧) ક્યારેક સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ શિષ્ટનું લક્ષણ છે ? કે (૨) સર્વદા સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ શિષ્ટનું લક્ષણ છે ?
તેમાં પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે તો શિષ્ટનું લક્ષણ બૌદ્ધમાં અતિવ્યાપ્ત થાય છે; કેમ કે બૌદ્ધ પણ જન્માંતરમાં બ્રાહ્મણ હતો, ત્યારે વેદને સ્વારસિક પ્રમાણરૂપ સ્વીકારતો હતો. તેથી ક્યારેક સ્વારસિકે વેદોને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ' એવું લક્ષણ સ્વીકારવામાં બૌદ્ધને પણ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેથી આ પ્રથમ વિકલ્પને છોડીને જો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે “સર્વદા સ્વારસિક વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ' તો વેદોને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ પણ નિદ્રાદિ અવસ્થામાં વેદોને પ્રમાણ સ્વીકારનાર નથી, માટે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. '
આશય એ છે કે જાગૃત અવસ્થામાં બ્રાહ્મણને વિકલ્પરૂપે “વેદો પ્રમાણ છે” એ પ્રમાણેની સ્પષ્ટ ઉપસ્થિતિ ન હોય, અર્થાત્ “વેદો પ્રમાણ છે એ પ્રકારનો માનસિક વિકલ્પ જ્યારે કરે છે ત્યારે વિકલ્પરૂપે ‘વેદો પ્રમાણ છે એ પ્રકારની સ્પષ્ટ ઉપસ્થિતિ છે, પરંતુ જ્યારે “વેદો પ્રમાણ છે' એ પ્રકારનો માનસિક વિકલ્પ કરતા નથી, ત્યારે “વેદો પ્રમાણ છે એ પ્રકારની વિકલ્પરૂપે ઉપસ્થિતિ નથી; તોપણ “વેદો પ્રમાણ છે' તેવા બોધ નીચે વેદને અનુસારે ઉચિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે. તેથી જાગૃત અવસ્થામાં બ્રાહ્મણની બુદ્ધિમાં વિકલ્પરૂપે વેદો પ્રમાણ છે એ પ્રકારની બુદ્ધિ નહીં હોવા છતાં વેદવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય તેવી બુદ્ધિ વર્તે છે. તેથી જાગૃત અવસ્થામાં વેદપ્રામાણ્યમનૃત્વ' ક્યારેક વિકલ્પરૂપે હોય છે તો ક્યારેક પ્રવૃત્તિનિયામકરૂપે હોય છે. તેથી જાગૃત અવસ્થામાં શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણમાં સંગત છે; પરંતુ નિદ્રાદિ અવસ્થામાં બ્રાહ્મણને વિકલ્પરૂપે “વેદપ્રામાણ્યસ્તૃત્વ'ની ઉપસ્થિતિ નથી, અને વેદપ્રામાણ્યના સ્વીકાર નીચે વેદવચનાનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ પણ નથી થતી, પરંતુ જેમ વેદને પ્રમાણ નહીં સ્વીકારનાર પુરુષો નિદ્રાધીન હોય છે, તેમ વેદને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ પણ નિદ્રાધીન હોય છે. તેથી નિદ્રા અવસ્થામાં વેદપ્રામાણ્યના અસ્વીકારની પ્રાપ્તિ બ્રાહ્મણને થાય છે. માટે “સ્વારસિક વેદપ્રામાણ્યમનૃત્વ' રૂપ શિષ્ટનું લક્ષણ સ્વાપાદિ અવસ્થામાં રહેલા બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. I૧ળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org