________________
પ૮
સમ્યગ્દચ્છિાસિંચિકા/શ્લોક-૧૭ (૨) વ્યાવર્તક લક્ષણ લક્ષ્યમાત્રમાં વૃત્તિ અને અલક્ષ્યથી લક્ષ્યની વ્યાવૃત્તિ કરાવનાર લક્ષણ.
(૧) અનુમાપક લક્ષણ :- ધૂમથી અગ્નિનું અનુમાન થાય છે, તેથી ધૂમ અગ્નિનું અનુમાપક લક્ષણ છે, પરંતુ આ લક્ષણ અગ્નિ સાથે વ્યાપ્તિવાળું નથી; કેમ કે તપેલા લોઢાના ગોળામાં અગ્નિ હોવા છતાં ધૂમની પ્રાપ્તિ થતી નથી, તોપણ ધૂમરૂપ લક્ષણથી અગ્નિનું અનુમાન થાય છે.
(૨) વ્યાવર્તક લક્ષણ :- આ લક્ષણ લક્ષ્યમાત્રમાં વ્યાપીને રહેનારું હોય છે અને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હોય છે. જેમ અગ્નિનું ઉષ્ણત્વ લક્ષણ.
બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ કરે છે તે બીજા પ્રકારનું લક્ષણ છે. તેથી જો આ લક્ષણમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવદોષ ન હોય તો આ લક્ષણને પ્રમાણભૂત કહેવાય.
હવે બ્રાહ્મણો વેબમાસ્તૃત્વ' એ પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરે છે. તેમાં અતિવ્યાપ્તિ કઈ રીતે આવે છે ? તે બતાવે છે –
કોઈક બ્રાહ્મણ બૌદ્ધને તાડન કરીને કહે કે “વેદોને તું પ્રમાણ સ્વીકાર' અને તાડનથી ગભરાઈને બૌદ્ધ કહે કે “વેદો પ્રમાણ છે', આ પ્રકારનો વેદનો સ્વીકાર કોઈક સ્થાનમાં સંભવે, તે સ્થાનમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું છે.
પોતાને પ્રાપ્ત થયેલ અતિવ્યાપ્તિ દોષના નિવારણ અર્થે બ્રાહ્મણ લક્ષણમાં પરિષ્કાર કરી કહે કે “સ્વારસિક વેદપ્રામાણ્યમનૃત્વ' શિષ્ટનું લક્ષણ છે. માટે બ્રાહ્મણ તાડિત બૌદ્ધમાં અતિવ્યાપ્તિ આવશે નહીં, કેમ કે બૌદ્ધ વેદોને સ્વારસિક પ્રમાણ માનતા નથી, પરંતુ ક્વચિત્ બ્રાહ્મણના તાડનને કારણે ભયથી વેદોને પ્રમાણ સ્વીકારે છે. માટે શિષ્ટનું લક્ષણ બૌદ્ધમાં અતિવ્યાપ્ત થશે નહીં.
બૌદ્ધમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે પરિષ્કૃત કરેલ શિષ્ટના લક્ષણમાં ગ્રંથકારશ્રી કહે છે કે “સ્વારસિક વેદપ્રામાયમનૃત્વ' એવું શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો બે વિકલ્પ પડે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org