________________
સમ્યગ્દરિદ્વાત્રિશિકા/શ્લોક-૧૬
૫૩ નિરવયવ એવા રાગાદિના પરિણામનો અંશથી નાશ થઈ શકે નહીં, પરંતુ સંપૂર્ણ નાશ થઈ શકે; અને સંપૂર્ણ નાશ પ્રાભિજ્ઞાનરૂપ દિવ્યજ્ઞાનથી થાય છે, તેની પૂર્વે રાગાદિનો નાશ થતો નથી. માટે અંશથી રાગાદિનો ક્ષય સમ્યગ્દષ્ટિને થયો છે તેમ કહી શકાય નહીં.
આ પ્રકારના શંકાકારના આશયનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - રાગાદિ જીવના પરિણામરૂપ હોવાથી રાગાદિ વિદ્યમાન હોય ત્યારે તે રાગાદિનો અંશથી ક્ષય થયો છે તેમ ન કહી શકાય, તોપણ પ્રબળ એવા રાગાદિનો ક્ષય થયો છે તેમ કહી શકાય છે; અને સમ્યગ્દષ્ટિમાં રાગાદિનો ક્ષય થયો નથી તોપણ પ્રબળ એવા રાગાદિનો ક્ષય થયો છે, અને પ્રબળ એવા રાગાદિના ક્ષયને અમે અંશથી ક્ષય કહીએ છીએ, માટે કોઈ દોષ નથી. વળી પ્રબળ એવા રાગાદિનો ક્ષય અતિ ઉચિત પ્રવૃત્તિથી થાય છે, અને સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે, તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ અતિ મધ્યસ્થ પરિણામપૂર્વક યત્ન કરે છે, જે સમ્યગ્દષ્ટિ જીવની સમ્યક્ત્વ પામતા પૂર્વેની અતિ ઉચિત પ્રવૃત્તિ છે. તે અતિ ઉચિત પ્રવૃત્તિથી તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા પ્રબળ રાગાદિનો ક્ષય જીવ કરે છે ત્યારે સમ્યત્વ પ્રાપ્ત થાય છે, અને પ્રબળ રાગાદિનો ક્ષય અતિ ઉચિત પ્રવૃત્તિથી થયો છે તે છબસ્થ જોઈ શકતો નથી, તોપણ સંવેગાદિ લિંગો દ્વારા પ્રબળ રાગાદિનો ક્ષય થયો છે, તેનું અનુમાન થઈ શકે છે. તેથી સંવેગાદિ લિંગ દ્વારા સમ્યગ્દષ્ટિમાં પ્રબળ રાગાદિનો ક્ષય થયો છે, એવો નિર્ણય કરીને તેમના શિષ્ટાચારને અવલંબીને પ્રવૃત્તિ થઈ શકે છે, અને કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે.
આ રીતે જીવના પરિણામરૂપ રાગાદિ દોષોને ગ્રહણ કરીએ તો તેના અંશો સંભવે નહીં, તોપણ પ્રબળ રાગાદિનો ક્ષય સ્વીકારીને સમ્યગ્દષ્ટિમાં અંશથી દોષનો ક્ષય થઈ શકે છે, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે આત્મામાં રહેલા રાગાદિ પરિણામના જનક એવા કર્મરૂપ પુદ્ગલોને ગ્રહણ કરીને, તે કર્મપુદ્ગલો સાવયવ છે, માટે તેના અવયવોનો ક્ષય સંભવે છે, તે બતાવીને, સમ્યગ્દષ્ટિમાં અંશથી દોષક્ષય સંગત છે, તે બતાવે છે –
આત્માને અનુગ્રહ કરનાર અને ઉપઘાત કરનાર હોવાને કારણે ચય-ઉપચય પામનાર હાનિ અને વૃદ્ધિ પામનાર, સાવયવ એવા કર્મરૂપ દોષનું પ્રસિદ્ધપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org