________________
પ૨
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૬ જેમ કેવળી આલંબનરૂપે ઉપયોગી છે, તેમ સર્વજ્ઞના વચનાનુસાર પરમ મધ્યસ્થતાપૂર્વક ચાલનારા સમ્યગ્દષ્ટિ જીવો પણ આત્મકલ્યાણ માટે આલંબનરૂપે ઉપયોગી છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશીકી સંજ્ઞાવાળા હોય છે, તેથી ધર્મની પ્રવૃત્તિ દૃઢ કરે છે અને પાપની પ્રવૃત્તિ ક્યારેક કરે તોપણ સકંપ કરે છે. તેથી તેમનું અનુસરણ કલ્યાણનું કારણ છે. માટે તેમનું આલંબન ઉપયોગી છે.
અંશથી ક્ષણદોષત્વ હોવાને કારણે સમ્યગ્દષ્ટિને શિષ્ટ સ્વીકારવામાં આવે તો ક્ષીણદોષપણું અતીન્દ્રિય હોવાને કારણે સમ્યગ્દષ્ટિમાં રહેલું શિષ્ટત્વ પણ અતીન્દ્રિય પ્રાપ્ત થાય, તેથી “આ શિષ્ટ છે' એ પ્રકારનો બોધ થઈ શકે નહીં; અને શિષ્ટત્વનો અનિર્ણય થવાને કારણે અર્થાત્ “આ શિષ્ટ છે' એવો નિર્ણય ન થાય તો, તેના આચારો શિષ્ટના આચારો છે, તેવો પણ નિર્ણય થાય નહીં. તેથી શિષ્ટને અવલંબીને તેના જેવી પ્રવૃત્તિ કરવા માટે સમ્યગ્દષ્ટિનું અવલંબન લઈ શકાય નહીં, એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે પ્રશમ, સંવેગાદિ લિંગો વડે સમ્યગ્દષ્ટિમાં રહેલા શિષ્ટત્વનું ગ્રહણ થઈ શકે છે. તેથી જે પુરુષમાં પ્રથમ, સંવેગાદિ લિંગોની પ્રાપ્તિ થતી હોય તેના બળથી “આ શિષ્ટ છે,' એવો નિર્ણય કરીને અને તેમના આચારોને જોઈને આ આચારો શિષ્ટના આચારો છે, તેવો નિર્ણય કરીને તે આચારોમાં પ્રવૃત્તિ થઈ શકે છે.
અહીં કોઈ શંકા કરતાં કહે છે, “દોષો રાગાદિ છે અને તે રાગાદિ દોષોનો ક્ષય દિવ્યજ્ઞાનથી=પ્રાતિજજ્ઞાનથી પૂર્વે ક્યારેય થતો નથી અર્થાત્ પ્રાતિજજ્ઞાન થયા પછી પ્રાતિજજ્ઞાનના બળથી રાગાદિનો ક્ષય પ્રાપ્ત કરી શકાય છે, તેથી પ્રાતિજ્ઞાન પૂર્વે રાગાદિનો ક્ષય સંભવે નહિ. વળી રાગાદિના અવયવો નથી. તેથી રાગાદિનો અંશથી ક્ષય સ્વીકારી શકાય નહીં, અને રાગાદિનો અંશ નહીં હોવાથી સમ્યગ્દષ્ટિમાં અંશથી રાગાદિ ક્ષય થયા છે, તેમ કહી શકાય નહીં. માટે સમ્યગ્દષ્ટિમાં અંશથી ક્ષીણદોષપણું સ્વીકારીને શિષ્ટપણું કહ્યું, તે અસંગત છે.”
શંકા કરનારનો આશય એ છે કે સાવયવ એવા ઘટપટાદિ પદાર્થોનો અંશથી નાશ થઈ શકે. તેથી ઘટનો એક ભાગ તૂટે તો અંશથી ઘટ તૂટ્યો કહેવાય; પરંતુ નિરવયવ એવા પરમાણુનો અંશથી નાશ થઈ શકતો નથી. તેથી પરમાણુનો કોઈ એક અંશ નાશ પામ્યો તેમ કહી શકાતું નથી. તેમ રાગાદિ પણ જીવના પરિણામરૂપ છે અને પરિણામના અવયવો હોય નહીં. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org