________________
પ૧
સમ્યગ્દગ્લિાનિંશિકા/શ્લોક-૧૬ ભાવાર્થ:સમ્યગ્દષ્ટિમાં શિષ્યત્વ :
ગ્રંથિભેદથી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે સૌગતોએ કહેલ બોધિસત્ત્વનું સ્વરૂપ તો સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, પરંતુ શિષ્ટાચારની પ્રવૃત્તિ માટે ઉપયોગી એવું શિષ્ટપણું પણ સમ્યગ્દષ્ટિમાં અંશથી દોષનો ક્ષય થયેલો હોવાને કારણે ઘટે છે; કેમ કે “ક્ષણદોષવાળા પુરુષ શિષ્ટ છે” એ પ્રકારનું શિષ્ટનું લક્ષણ છે, અને સમ્યગ્દષ્ટિ પણ અંશથી ક્ષીણદોષવાળા છે, માટે શિષ્ટ છે.
આશય એ છે કે સર્વકર્મરૂપ દોષના ક્ષયથી સર્વથા શિષ્ટ સિદ્ધભગવંતો છે, અથવા રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનના સંપૂર્ણ ક્ષયથી શિષ્ટ કેવળી છે; તેમ અંશથી દોષક્ષયવાળા સમ્યગ્દષ્ટિ પણ શિષ્ટ છે; કેમ કે જેમ શિષ્ટ એવા સિદ્ધભગવંતોના અવલંબનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને શિષ્ટ એવા કેવલી ભગવંતના આલંબનથી કે તેમના વચનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, તેમ દેશથી શિષ્ટ એવા સમ્યગ્દષ્ટિ આદિના આચારોનું અવલંબન લઈને પ્રવૃત્તિ કરવાથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે સર્વ દોષના ક્ષયથી સર્વથા શિષ્ટપણું સિદ્ધમાં કે કેવળીમાં છે, તેથી સિદ્ધના સ્વરૂપનું અવલંબન લઈને સિદ્ધ જેવા થવા માટેનો ઉદ્યમ કરાય છે; અને સર્વથા મોહ અને અજ્ઞાનનો નાશ કેવળીએ કર્યો છે, તેથી તેમનું અવલંબન લઈને તેમના જેવા થવાનો યત્ન કરાય છે, માટે બંનેને શિષ્ટ કહી શકાય; પરંતુ સમ્યગ્દષ્ટિ તો સંપૂર્ણ કર્મથી પણ રહિત નથી અને સંપૂર્ણ રાગાદિ દોષોથી પણ રહિત નથી, તેથી તેમને શિષ્ટ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જેમ સંપૂર્ણ કર્મક્ષયની અપેક્ષાએ સિદ્ધના આત્માઓ શિષ્ટ છે, સંપૂર્ણ મોહક્ષય અને અજ્ઞાનક્ષયની અપેક્ષાએ કેવળી શિષ્ટ છે, તેમ અનંતાનુબંધી કષાયના વિગમનથી થયેલ પરમ મધ્યસ્થતાને કારણે, તત્ત્વાતત્ત્વની વિચારણામાં તત્ત્વ પ્રત્યેના જ અત્યંત પક્ષપાતી એવા સમ્યગ્દષ્ટિપણ શિષ્ટ છે; કેમ કે સમ્યગ્દષ્ટિના આચાર પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. માટે તત્ત્વની પ્રાપ્તિ માટે જેમ સિદ્ધના આત્માઓ આલંબનરૂપે ઉપયોગી છે અથવા તત્ત્વની પ્રાપ્તિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org