________________
૪૯
સમ્યગ્દષ્કિાસિંશિકા/શ્લોક-૧૬ प्रशमसंवेगादिलिङ्गस्तस्य सुग्रहत्वात् । दोषा रागादय एव तेषां च दिव्यज्ञानादर्वाक् न क्षयमुपलभामहे न वा तेषु निरवयवेष्वंशोऽस्ति येनांशत: तत्क्षयो वक्तुं शक्यतेति चेत्र, अत्युचितप्रवृत्तिसंवेगादिलिङ्गकप्रबलतदुपक्षयस्यैवांशतो दोषक्षयार्थत्वात्, आत्मानुग्रहोपघातकारित्वेन चयोपचयवत: सावयवस्य कर्मरूपदोषस्य प्रसिद्धत्वाच्च इत्यन्यत्र विस्तरः । हि=निश्चितं, परोक्तं तु द्विजन्मोद्भावितं तु, तस्य-शिष्टस्य, लक्षणं, असङ्गतम्-अयुक्तम् ।।१६।। ટીકાર્ય :
સંશત:વેશત ... અંશથી દેશથી, ક્ષીણદોષપણું હોવાથી=દોષક્ષયવારપણું હોવાથી, અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, શિષ્ટપણું પણ યુક્તિવાળું છેવ્યાયયુક્ત છે; કેમ કે “ક્ષીણદોષવાળા પુરુષ શિષ્ટ છે” એ લક્ષણો બાધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે ક્ષીણદોષવાળા પુરુષ શિષ્ટ છે તે લક્ષણ તો ક્ષણમોહવાળા કેવળીમાં અથવા તો સંપૂર્ણ કર્મરહિત સિદ્ધમાં સંગત થાય, પરંતુ સમ્યગ્દષ્ટિ તો સંપૂર્ણ મોહનો પણ નાશ કરી શક્યા નથી, તો તેમને શિષ્ટ કેમ કહેવાય ? તેથી કહે છે –
સર્વલોપમેળ ... સર્વદોષક્ષયથી સર્વથા શિષ્ટપણાનું સિદ્ધમાં કે કેવળીમાં વિશ્રાંતપણું હોવા છતાં પણ દેશથી વિચિત્ર એવા શિષ્ટત્વનું સમ્યગ્દષ્ટિથી માંડીને અન્યત્ર પણ સિદ્ધ અને કેવળી કરતાં અન્યત્ર પણ, અપાયપણું છે=સંગતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિમાં અંશથી ક્ષીણદોષત્વ હોવાને કારણે, સમ્યગ્દષ્ટિને અંશથી શિષ્ટ સ્વીકારીએ તોપણ, ‘આ શિષ્ટ છે' એવો નિર્ણય કરીને તેમના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી હોય તો થઈ શકે નહીં, કેમ કે કર્મક્ષય અતીન્દ્રિય છે. તેથી કર્મક્ષયથી અનુમાન કરાતું શિષ્ટપણું પણ અતીન્દ્રિય પ્રાપ્ત થાય. તેથી શિષ્ટના વચનાનુસાર પ્રવૃત્તિ કરવા માટે શિષ્ટનું જ્ઞાન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org